શોધખોળ કરો
Advertisement
Coronavirus: નવરાત્રિ, દિવાળીના તહેવારોને લઈ કેંદ્ર સરકારે જાહેર કરી SOP, જાણો વિગત
આગામી દિવસોમાં આવતા નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને કેંદ્ર સરકારે SOP જાહેર કરી છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આગામી દિવસોમાં આવતા નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને કેંદ્ર સરકારે SOP જાહેર કરી છે. કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ વિસ્તારના લોકોને તહેવારોની ઉજવણી માટે કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. જ્યારે 65 વર્ષથી વધુની વયના વ્યકિતઓ અને ગર્ભવતી મહિલાઓ તેમજ 10 વર્ષથી નાની વયના બાળકોને ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે.
આ ઉપરાંત રેલી અને ધાર્મિક કાર્યક્રમ મર્યાદિત લોકો સાથે જ યોજવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. રેલી અને જુલુસ દરમિયાન એમ્બ્યુલન્સ સેવા તૈનાત રાખવાના પણ આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે પૂજા પંડાલ, રામલીલા પંડાલ, મેળા કે સંગીત કાર્યક્રમમાં સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. આયોજકોએ પંડાલોમાં થર્મલ સ્ક્રીનીંગ, સોશલ ડિસ્ટંસ અને માસ્કના નિયમોના પાલન માટે સ્વંયમ સેવકો રાખવાની સૂચના અપાઈ છે.
જ્યારે દરેક કાર્યક્રમ સ્થળ પર એંટ્રી અને એક્ઝિટ ગેટ અલગ-અલગ રાખવાનો આદેશ કરાયો છે. જ્યારે ધાર્મિક સ્થળોએ મૂર્તિ અને પવિત્ર પુસ્તકોને સ્પર્શવાની છૂટ અપાઈ નથી. ધાર્મિક કાર્યક્રમોમાં રેકોર્ડ કરેલું સંગીત જ વગાડી શકાશે. ઓરકેસ્ટ્રા કે મંડળીને કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.
દરેક પ્રવૃત્તિ (ધાર્મિક સ્થળો, રેલીઓ, શોભાયાત્રા, સાંસ્કૃતિક શો, મેળાઓ વગેરે) ના સંચાલન વિશેની યોજના અગાઉથી સારી રીતે તૈયાર કરવી પડશે.
ઉત્સવોને ફક્ત કન્ટેનમેન્ટ ઝોનની બહાર જ મંજૂરી આપવામાં આવશે. કન્ટેન્ટ ઝોનમાંથી આયોજકો / સ્ટાફ / મુલાકાતીઓને મંજૂરી આપવામાં આવશે નહીં.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion