SBI New Rule:SBIમાં કોઇ કામ હોય તો જાણી લો બેંન્કનો નવો સમય, કોવિડના કારણે ટાઇમિંગમાં થયો ફેરફાર
SBI New Rule: કોરોનાની મહામારીમાં SBIમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં છે. કામકાજનો સમય ઘટાડવામાં આવ્યો છે. તો કેટલાક કામને સિમિત કરી દેવામાં આવ્યો છે. બેન્કની શાખામાં હવે કામકાજ જ કરવામાં આવશે. કોરોના કાળમાં બેન્કમાં સામાજિક અંતર સહિતના કેટલાક નિયમો જાળવવા માટે ફેરફાર કરવામાં આવ્યાં છે.

સ્ટેટ બેન્ક શાખામાં જો આપને કોઇ કામ હોય તો જાણકારી મેળવી લો, એસબીઆઇએ કામકાજનો સમય સીમિત કરી દીધો છે. કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે બેન્કે વર્કિગ અવરમાં ફેરફાર કર્યો છે. એસબીઆઇએ શાખાઓમાં હવે વર્કનો ટાઇમ બદલી દીધો છે. બેન્કની શાખામાં માત્ર હવે જરૂરી કામ જ કરવામાં આવશે. હેતુ કોરોના કાળમાં સામાજિક અંતર અને લોકડાઉન જેવા નિયમોના પાલનનો આગ્રહ છે.
બેન્ક હવે માત્ર 4 કલાક જ ખુલ્લી રહેશે
SBIમાં હવે કામકાજનો સમય માત્ર 4 કલાકનો જ રહેશે, સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી બેન્ક ખુલ્લી રહેશે. કોરોનાની મહામારીમાં બેન્કે ગ્રાહકોને અનુરોધ કર્યો છે કે, તે તેમના મોટાભાગના ઓનલાઇન જ પતાવવાનો આગ્રહ રાખે. કોવિડ-19નાી હાલની હાલતને જોતા સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ કોવિડના પ્રોટોકોલને પાલન કરવા માટે દરેક શાખાને સૂચન અપાયું છે.
બેન્કમાં માત્ર 4 કલાક જ કામ થશે
SBIમાં શાખામાં થનાર કામને સીમિત કરી દેવામાં આવ્યાં છે.ટિવટર પર આપેલી જાણકારી મુજબ હવે કોવિડમાં SBIની બ્રાન્ચમાં ચાર કામ જ થશે. કેશ જમા કરવા કે વિથડ્રો કરવા. ચેક ક્લિયરિંગ, ડ્રાફ્ટ, આરટીજીએસ અને એનઇએફટીની સાથે જોડાયેલા કામ અને સરકારી દંડ સાથે જોડાયેલા કામ થશે.
બેન્કની મુલાકાત લેતાં પહેલા આ વસ્તુ ધ્ચાનમાં રાખો
બેન્કમાં જતાં પહેલા ગ્રાહકોએ કોવિડના બેન્કના નિયમો જાણી લેવા જરૂરી છે. બેન્કમાં મા્સ્ક વિના ગ્રાહકો અને કર્મચારીને એન્ટ્રી નહીં મળે તો સમય સમય પર સેનેટાઇઝ કરવાની પણ સૂચના અપાઇ છે.