શોધખોળ કરો
સાવકી માતાએ ત્રણ વર્ષની દીકરીનું ગળુ દબાવી કરી હત્યા, શબને મીણબત્તીથી સળગાવ્યું
માસૂમની હત્યાના મામલામાં પોલીસે તપાસના 24 કલાકમાં જ આરોપી માતાની ધરપકડ કરી હતી.

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના શેરકોટ વિસ્તારમાં સાવકી માતાએ 3 વર્ષની દીકરીનું ગળું દબાવી હત્યા કરી હતી. એટલું જ નહીં માતાએ માસૂમની હત્યા કર્યા બાદ શરીરને મીણબત્તીથી સળગાવ્યુ હતું. માસૂમની હત્યાના મામલામાં પોલીસે તપાસના 24 કલાકમાં જ આરોપી માતાની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મહિલા રજનીના લગ્ન 2004માં અનિલ કુમાર સાથે થયા હતા. તેને 8 વર્ષનો દીકરો અને 6 વર્ષની દીકરી છે. જે બાદ અનિલ કુમારે 2010માં અનીતા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. રજનીએ જણાવ્યું કે, બીજી પત્ની દરરોજ મને અનિલ પાસે માર ખવડાવતી હતી. જેને લઈ હું ગુસ્સામાં હતી અને તેની ત્રણ વર્ષની દીકરીને ખેતરમાં લઈ જઈ ગળુ દબાવી હત્યા કરી દીધી. બિજનૌકના એસએસપી વિશ્વજીત શ્રીવાસ્તવે કહ્યું, શેરકોટ પોલીસ સ્ટેશનથી અનિલ કુમાર સૂચના આપી હતી કે તેની 3 વર્ષની દીકરીની લાશ ઘરથી થોડે દૂર ખેતરમાં મળી છે. જેના આધારે પોલીસે સ્થળ પર જઈ બાળકીની લાશનો કબજો લીધો હતો. તપાસ દરમિયાન અનિલે બે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું હતું. મૃતક બાળકી અનિલની બીજી પત્નીની હતી. અનિલ બંને પત્નીઓ સાથે રહેતો હતો પરંતુ બંને વચ્ચે દરરોજ માથાકૂટ થતી હતી. જેના કારણે તેણે ત્રણ વર્ષની માસૂમ બાળકીને ખેતરમાં લઈ જઈ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. હાલ પોલીસે આરોપી રજનીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધી છે. PM મોદીના બર્થ ડે પહેલા જ લોન્ચ થયું નમો એપનું નવું વર્ઝન, જાણો કેવા ફિચર ઉમેરવામાં આવ્યા લ્યો બોલો, UPમાં પોલીસે બળદગાડાને પણ ફટકાર્યો મેમો, જાણો વિગતે ધરતી પુત્રો આનંદો, હવામાન વિભાગે કરી મોટી આગાહી
વધુ વાંચો




















