સાવધાન, તમે મીઠાને બદલે પ્લાસ્ટિક તો નથી ખાઇ રહ્યાં? ગુજરાતમાંથી લેવાયેલા સેમ્પલમાં મળ્યું પ્લાસ્ટિક....
Microplastics in Table Salts: ગુજરાત અને તમિલનાડુમાંથી લીધેલા નમકના સમ્પલની સ્ટડીથી જાણવા મળ્યું છે કે, ખાવાના નમકમાં 100થી200 પ્રકારના માઇક્રોપ્લાસ્ટિકની મિલાવટ જોવા મળી છે.
Microplastics in Table Salts: ગુજરાત અને તમિલનાડુમાંથી લીધેલા નમકના સમ્પલની સ્ટડીથી જાણવા મળ્યું છે કે, ખાવાના નમકમાં 100થી200 પ્રકારના માઇક્રોપ્લાસ્ટિકની મિલાવટ જોવા મળી છે.
સમગ્ર દિવસ દરમિયાન જો મીઠી વસ્તું ન ખાધી હોય તો વધુ કંઇ ફરક પડતો નથી પરંતુ જો આખો દિવસ નમક ન લેવામાં આવે તો તેનો અભાવ ખૂબ જ સતાવે છે, જો ભોજનમાં નમક ન હોય તો જમ્યાનો સંતોષ નથી થતો. તેની સીમિત માત્રા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. જો કે આજકાલ દરેક ફૂડમાં મિલાવટ જોવા મળે છે. નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ એશિયન રિસર્ચ તમિલનાડુ દ્રારા થયેલા સ્ટડીના તારણ ચોંકાવનાર છે. જેમાં 100થી 200 માઇક્રોપ્લાસ્ટિક(Microplastics) પ્રકાર જોવા મળ્યાં છે.
આ બંને રાજ્યોથી લેવાયા હતા સેમ્પલ
આપને જણાવી દઇએ કે, માઇક્રોપ્લાસ્ટિક(Microplastics) વાસ્તવમાં પ્લાસ્ટિકના નાના નાના કણ છે. આ માઇક્રોપ્લાસ્ટિકના કદ પાંચ મિલિમીટરથી ઓછું હોય છે. નોધનિય છે કે પર્યાવરણમાં મોજૂદ પ્રદૂષણના કારણે તે હવામાં જ હોય છે. . નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ એશિયન રિસર્ચ તમિલનાડુ દ્રારા મીઠાના સેમ્પલ તમિલનાડુ અને ગુજરાતમાંથી લેવામાં આવ્યા હતા.
રિસર્ચ મુજબ ગુજરાતમાંથી 200 ગ્રામ લીધેલા મીઠાના સેમ્પલમાં લગભગ 46-115 કણ માઇક્રોપ્લાસ્ટીકના જોવા મળ્યાં છે. તો તમિલનાડુમાંથી ગુજરાતમાંથી 200 ગ્રામ લીધેલા મીઠાના સેમ્પલમાં લગભગ 23-110 કણ માઇક્રોપ્લાસ્ટીકના જોવા મળ્યાં છે. આ સેમ્પલમાં polyethylene, polyester અને polyvinyl chloride જેવા ખતરનાક કેમિકલ્સ જોવા મળ્યાં. જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ એશિયન રિસર્ચના આસિસ્ટન્ટ પ્રોફેસર વિદ્યા સાકરે કહ્યું કે, સમગ્ર રિસર્ચમાં મેળવા કણ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. જે એક નહીં અનેક બીમારીનું કારણ બની શકે છે.
આપને જણાવી દઇએ કે, માઇક્રોપ્લાસ્ટિક(Microplastics) વાસ્તવમાં પ્લાસ્ટિકના નાના નાના કણ છે. આ માઇક્રોપ્લાસ્ટિકના કદ પાંચ મિલિમીટરથી ઓછું હોય છે. નોધનિય છે કે પર્યાવરણમાં મોજૂદ પ્રદૂષણના કારણે તે હવામાં જ હોય છે. . નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ એશિયન રિસર્ચની સ્ટડીમાં આ ચિંતાજનક તારણ સામે આવ્યું છે.