(Source: ECI/ABP News/ABP Majha)
બંધારણના ઘડતરમાં આંબેડકર નહીં નેહરુએ આપ્યું વધારે યોગદાન, સુધીંદ્ર કુલકર્ણીના લેખથી વિવાદ
એક ન્યૂઝ આઉટલેટ દ્વારા પ્રકાશિત લેખને કોગ્રેસ પ્રમુખ સેમ પિત્રોડાએ એક્સ પર પણ શેર કર્યો, જેને બાદમાં ડિલિટ કરી દીધો.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના પૂર્વ નજીકના સહયોગા સુધીંદ્ર કુલકર્ણીએ શનિવારે એક લેખ લખીને વિવાદ ઉભો કર્યો છે. તેમણે લખ્યું કે, ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ બંધારણના નિર્માણમાં બીઆર આંબેડકર કરતાં વધારે યોગદાન આપ્યું.
એક ન્યૂઝ આઉટલેટ દ્વારા પ્રકાશિત લેખને કોગ્રેસ પ્રમુખ સેમ પિત્રોડાએ એક્સ પર પણ શેર કર્યો, જેને બાદમાં ડિલિટ કરી દીધો. ભાજપે આના પર આકરી પ્રતિક્રિયા આપી અને અપમાનજનક તથા દલિતો અને આંબેડકરનું અપમાન ગણાવ્યું. કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે, દલિતો અને આંબેડકર પ્રતિ કોંગ્રેસની નફરત નવી નથી અને વિરક્ષી દળો હજુ પણ લેખનું સમર્થન કરીને તેમની વિરાસતને નામ શેષ કરવાની કોશિશ કરી રહ્યા છે.
કોંગ્રેસ આંબેડકર અને દલિત વિરોધીઃ ભાજપના નેતાઓ
કેન્દ્રીય કાનૂન અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું, પિત્રોડાએ દાવો કર્યો હતો કે નેહરુએ આંબેડકરની તુલનામાં બંધારણના ઘડતરમાં વધારે યોગદાન આપ્યું હતું. અમે આની નિંદા કરીએ છીએ અને કોંગ્રેસને પૂછીએ છીએ કે તેઓ તેમની ટિપ્પણી પર કાયમ છે. સમગ્ર વિશ્વ માને છે કે બીઆર આંબેડકરે બંધારણના નિર્માણમાં મુખ્ય ભૂમિકા નીભાવી હતી અને યોગદાન પર પિત્રોડાની ટિપ્પણી બાબા સાહેબનું અપમાન કરવાની કોંગ્રેસની માનસિકતાનું પ્રતિબિંબ છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ આંબેડકર અને દલિત વિરોધી છે. તેમની કોંગ્રેસ વિરોધી વિચારધારાનો પુરાવો ફરી એકવાર સામે આવ્યો છે.
વિરોધ છતાં દાવા પર કુલકર્ણી અડગ
વિરોધ થઈ રહ્યો હોવા છતાં, કુલકર્ણી તેમના દાવાઓ પર અડગ રહ્યા અને ભારપૂર્વક જણાવ્યું કે બંધારણ ઘડવામાં નેહરુની ભૂમિકા આંબેડકર કરતા વધુ હતી અને તેમની દલીલને સમર્થન આપવા સંશોધનનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આંબેડકરે બંધારણની પ્રસ્તાવનાના મુસદ્દામાં કોઈ નોંધપાત્ર ભાગ ભજવ્યો ન હતો, જે નહેરુ દ્વારા બંધારણ સભામાં રજૂ કરાયેલ ઉદ્દેશ્ય ઠરાવ પર આધારિત હતો. ઐતિહાસિક પુરાવાઓ અને આંબેડકરના નિવેદનોનો ઉલ્લેખ કરીને, કુલકર્ણીએ બંધારણના મુખ્ય આર્કિટેક્ટ તરીકે આંબેડકરની તેમની ભૂમિકાને નકારવાની વાત પર પ્રકાશ પાડ્યો. એક પોસ્ટમાં, તેમણે એમ પણ કહ્યું કે, “સંવિધાન અને તેની પ્રસ્તાવનામાં કોણે વધુ યોગદાન આપ્યું? નહેરુ, આંબેડકરે નહીં.
ભારતના બંધારણીય ઈતિહાસમાં નેહરુ અને આંબેડકરની ભૂમિકાઓ અંગેની ચર્ચાને પણ ફરીથી વેગ
'બાબાસાહેબ કા દિયા હુઆ સંવિધાન - ડૉ. આંબેડકર ભારતીય બંધારણના પિતા છે' એ આપણા દેશના આધુનિક ઈતિહાસનું સૌથી મોટું જૂઠાણું છે," તેમણે કહ્યું. પીટીઆઈ સાથે વાત કરતા, તેમણે પાછળથી કહ્યું, "સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ડૉ બી આર આંબેડકર ભારતીય બંધારણના પિતા હતા. પરંતુ, જો તમે ઇતિહાસના તથ્યોને તપાસો તો આ સત્યથી દૂર છે. “હવે એક અભ્યાસ દર્શાવે છે કે આપણા પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનું યોગદાન ડૉ. આંબેડકર કરતાં ઘણું વધારે હતું. હકીકતમાં, આંબેડકરે પોતે કહ્યું છે કે તે તેમનું બંધારણ નથી. તેમણે રાજ્યસભામાં અને પૂના ડિસ્ટ્રિક્ટ લૉ લાઇબ્રેરી સમક્ષ આંબેડકરના ભાષણોનો ઉલ્લેખ કર્યો, જ્યાં આંબેડકરે બંધારણને નાબૂદ કરવા અથવા ફરીથી ડ્રાફ્ટ કરવાની ઈચ્છા દર્શાવી હતી. આ વિવાદે ભારતના બંધારણીય ઈતિહાસમાં નેહરુ અને આંબેડકરની ભૂમિકાઓ અંગેની ચર્ચાને પણ ફરીથી વેગ આપ્યો છે.