શોધખોળ કરો

Sukhvinder Singh Sukhu: વીરભદ્ર સિંહની નજીકના સુખવિંદર સિંહ સુખુ બનશે હિમાચલના નવા સીએમ, જાણો તેમની રાજકીય સફર

પરિણામો બાદથી મુખ્યમંત્રી પદને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો હતો, ત્યારબાદ સુખવિંદર સિંહ સુખુને હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

Sukhvinder Singh Sukhu: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. પરિણામો બાદથી મુખ્યમંત્રી પદને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો હતો, ત્યારબાદ સુખવિંદર સિંહ સુખુને હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. લાંબા સમય સુધી ચાલેલી હિમાચલ વિધાનસભા પક્ષની બેઠકમાં સુખુના નામ પર મહોર લાગી હતી.

હિમાચલ પ્રદેશની કુલ 68 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને 40 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 25 બેઠકો મળી હતી. આ સિવાય અપક્ષોએ 3 બેઠકો જીતી હતી. કોંગ્રેસે ચૂંટણી પહેલા ન તો હિમાચલ માટે કોઈ નેતાને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો હતો અને ન તો પછીથી મુખ્યમંત્રી પદ માટેના નામની જાહેરાત કરી હતી. પરંતુ હવે સુખવિંદર સિંહ સુખુ હિમાચલના આગામી મુખ્યમંત્રી હશે.

હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી. 8 ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદથી જે નામો ચર્ચામાં હતા તેમાં સુખવિંદર સિંહ સુખુ, પ્રતિભા સિંહ અને મુકેશ અગ્નિહોત્રીના નામ મોખરે હતા. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કોણ છે સુખવિંદર સિંહ સુખુ?

સુખવિંદર સિંહ સુખુ

સુખવિંદર સિંહ સુખુ હિમાચલ પ્રદેશની નાદૌન વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેમણે ભાજપના વિજય કુમારને 3,363 મતોના માર્જિનથી હરાવ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદની રેસમાં સુખુ સૌથી આગળ હતા. સુખવિંદર સિંહને 50.88% વોટ શેર સાથે 36142 વોટ મળ્યા, જ્યારે બીજેપીના વિજય કુમારને 46.14% વોટ શેર સાથે 32,779 વોટ મળ્યા. જ્યારે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈંકી ઠુકરાલને માત્ર 1,487 વોટ મળ્યા હતા.

સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશની વર્તમાન રાજનીતિમાં મજબૂત વ્યક્તિ તરીકે ઓળખાય છે. તેઓ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય છે. સુખુનો જન્મ 27 માર્ચ 1964ના રોજ હિમાચલ પ્રદેશના નાદૌનમાં થયો હતો. હવે તેઓ કોંગ્રેસ તરફથી આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના પિતાનું નામ રસિલ સિંહ છે. સુખવિંદર સિંહ સુખુએ નાદૌન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી.

2003માં પહેલીવાર ધારાસભ્ય બન્યા

સુખવિંદર સિંહ સુખુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહના નજીકના માનવામાં આવતા હતા. સુખુ 2022ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રચાર સમિતિના વડા પણ હતા. સુખવિન્દર સુખુ અત્યાર સુધીમાં 5 વખત વિધાનસભા ચૂંટણી લડી ચુક્યા છે, જેમાંથી તેઓ 4 વખત ચૂંટણી જીત્યા છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2003માં નૌદાન વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી સુખુએ 2007, 2017ની ચૂંટણી જીતી હતી. તેઓ 2013માં હિમાચલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારોCM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
દુનિયામાં નવી બીમારી 'Disease X' ની એન્ટ્રી, અત્યાર સુધી 140 લોકોને ભરખી ગઇ, જાણી લો લક્ષણો અને સાવચેતી વિશે
દુનિયામાં નવી બીમારી 'Disease X' ની એન્ટ્રી, અત્યાર સુધી 140 લોકોને ભરખી ગઇ, જાણી લો લક્ષણો અને સાવચેતી વિશે
Embed widget