શોધખોળ કરો

Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી

Globally Employment for Indian Graduates : ભારતીય યુવાનોની રોજગાર ક્ષમતા વધી રહી છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા ઈન્ડિયા સ્કિલ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

Globally Employment for Indian Graduates : ભારતીય યુવાનોની રોજગાર ક્ષમતા વધી રહી છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા ઈન્ડિયા સ્કિલ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જ્યારે ગયા વર્ષે ભારતીય સ્નાતકોની રોજગાર ક્ષમતા 51.2 હતી, તે વર્ષ 2025માં 55 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. આનો અર્થ એ થયો કે ભારતીય યુવાનોમાં ઝડપથી વિકસતા વૈશ્વિક અર્થતંત્રની જરૂરિયાતોને પહોંચી વળવામાં વધુ સારું યોગદાન આપવાની ક્ષમતા છે.

આ વિષયોમાં સ્નાતકોની માંગ સમગ્ર વિશ્વમાં વધશે

વ્હીબોક્સ અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ના સહયોગથી ઔદ્યોગિક સંસ્થા CII દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2025માં મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ (78 ટકા) ની રોજગાર ક્ષમતા વૈશ્વિક સ્તરે સૌથી વધુ છે. તે પછી એન્જિનિયરિંગ (71.5 ટકા), MCA વિદ્યાર્થીઓ (71 ટકા) અને વિજ્ઞાન સ્નાતકો (58 ટકા) આવે છે.

પુરુષો માટે રોજગાર દરમાં વધારો

રિપોર્ટ્માં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુવા પ્રતિભાને રોજગારી આપવાની તકો મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી જેવા શહેરોમાં વધી રહી છે, જ્યારે પુણે, બેંગલુરુ અને મુંબઈ જેવા શહેરો કુશળ કાર્યબળ પ્રદાન કરવામાં અગ્રેસર છે.

રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે પુરૂષો માટે રોજગાર દર 2024ની સરખામણીમાં 2025માં 51.8 ટકાથી વધીને 53.5 ટકા થવાની શક્યતા છે. મહિલાઓ માટે રોજગાર દર 50.9 ટકાથી ઘટીને 47.5 ટકા થવાની ધારણા છે. ભારતીય યુવાનોને ગુણવત્તાયુક્ત તાલીમ આપવાની જરૂર છે જેથી કરીને તેઓ ભવિષ્યમાં વૈશ્વિક અર્થતંત્રમાં સક્રિયપણે ભાગ લઈ શકે.                                              

આ ક્ષેત્રોમાં મહત્તમ ભરતી થશે

CIIના અન્ય રિપોર્ટ ‘Decoding Jobs-2025’માં જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026માં રોજગારીની વધુ તકો હશે. આ સમયગાળા દરમિયાન 9.8 ટકા ભરતીની અપેક્ષા છે. આમાં એન્જિનિયરિંગ ફર્મ, બેન્કિંગ અને અન્ય નાણાકીય ઉદ્યોગોમાં મહત્તમ (12 ટકા) ભરતી કરવામાં આવશે 11.5 ટકા સાથે કોર ઇન્ડસ્ટ્રી બીજા સ્થાને અને FMCG ઉદ્યોગ 10 ટકા સાથે ત્રીજા સ્થાને છે.                  

SBI, સુપ્રીમ કોર્ટ સહિત આ વિભાગોમાં નોકરીની તક, અહી જુઓ નોટિફિકેશન અને અન્ય ડિટેઇલ્સ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ

'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ

રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો

ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત
ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
Indian Graduates: દુનિયામાં વાગશે ભારતીય ગ્રેજ્યુએટ્સનો ડંકો, અનેક મોટી કંપનીઓ કરશે ભરતી
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર

ઓસ્ટ્રેલિયામાં બીમારીઓ 'ફેલાવવાનો' ગંભીર ખતરો!, એક લેબમાંથી સેંકડો જીવલેણ વાયરસના સેમ્પલ ગુમ થતા ખળભળાટ

Embed widget