Sukhvinder Singh Sukhu: : સુખવિંદર સિંહ સુખુ હશે હિમાચલના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સુખવિંદર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી હશે.
Himachal CM : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સુખવિંદર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી હશે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કૉંગ્રેસને બહુમત મળ્યું ત્યારથી લોકો ચર્ચા કરી રહ્યા હતા કે હિમાચલમાં કોને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
Congress leader Sukhwinder Singh Sukhu to be CM of Himachal Pradesh and Mukesh Agnihotri to be Deputy CM. Oath ceremony will take place tomorrow at 11 am: Chhattisgarh CM Bhupesh Baghel pic.twitter.com/k5esMKURZB
— ANI (@ANI) December 10, 2022
મુકેશ અગ્નિહોત્રી ડેપ્યુટી સીએમ બનશે
કોંગ્રેસના નિરીક્ષક ભૂપેશ બઘેલે કહ્યું કે હાઈકમાન્ડે સુખવિંદર સિંહ સુખુના નામને મંજૂરી આપી દીધી છે. મુકેશ અગ્નિહોત્રી હિમાચલના ડેપ્યુટી સીએમ હશે. આવતીકાલે સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ થશે.
હિમાચલ પ્રદેશની કુલ 68 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને 40 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 25 બેઠકો મળી હતી. આ સિવાય અપક્ષોએ 3 બેઠકો જીતી હતી. કોંગ્રેસે ચૂંટણી પહેલા ન તો હિમાચલ માટે કોઈ નેતાને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો હતો અને ન તો પછીથી મુખ્યમંત્રી પદ માટેના નામની જાહેરાત કરી હતી. પરંતુ હવે સુખવિંદર સિંહ સુખુ હિમાચલના આગામી મુખ્યમંત્રી હશે.
હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી. 8 ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદથી જે નામો ચર્ચામાં હતા તેમાં સુખવિંદર સિંહ સુખુ, પ્રતિભા સિંહ અને મુકેશ અગ્નિહોત્રીના નામ મોખરે હતા. તમામ અટકળો વચ્ચે હિમાચલ પ્રદેશ કૉંગ્રેસના નેતા સુખવિંદર સુખુને આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
સુખવિંદર સિંહ સુખુ હિમાચલ પ્રદેશની નાદૌન વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેમણે ભાજપના વિજય કુમારને 3,363 મતોના માર્જિનથી હરાવ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદની રેસમાં સુખુ સૌથી આગળ હતા. સુખવિંદર સિંહને 50.88% વોટ શેર સાથે 36142 વોટ મળ્યા, જ્યારે બીજેપીના વિજય કુમારને 46.14% વોટ શેર સાથે 32,779 વોટ મળ્યા. જ્યારે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈંકી ઠુકરાલને માત્ર 1,487 વોટ મળ્યા હતા.