શોધખોળ કરો

PM Modi In US: સુંદર પિચાર્ઇએ કરી PM મોદી સાથે મુલાકાત, ગૂગલે ગુજરાત માટે કરી આ મોટી જાહેરાત

Google Center In Gujarat: ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતને મોટી સન્માનની વાત ગણાવી અને રોકાણ માટે મોટી જાહેરાત કરી છે.

Google Fintech Center In Gujarat: : ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી સાથે મુલાકાતને મોટી સન્માનની વાત ગણાવી અને રોકાણ માટે મોટી જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 થી 23 જૂન દરમિયાન અમેરિકાના ત્રણ દિવસીય રાજ્ય પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને અન્ય અગ્રણી નેતાઓ તેમજ અગ્રણી અમેરિકન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જેમાં ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈનો સમાવેશ થાય છે. પીએમ મોદીને મળ્યા બાદ પિચાઈએ કંપની વતી મોટી જાહેરાત કરી છે.

ગૂગલના સીઇઓએ જણાવ્યું કે, કંપની ગુજરાતમાં તેનું ગ્લોબલ ફિનટેક (ફાઇનાન્સિયલ ટેક્નોલોજી) ઓપરેશન સેન્ટર ખોલશે. આ સાથે સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમની પણ પ્રશંસા કરી હતી.

ડિજિટલ ઈન્ડિયાને વિઝનરી પ્લાન જણાવ્યો

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં પિચાઈએ કહ્યું કે, PM મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે. અમે વડા પ્રધાનને કહ્યું કે Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. અમે ગુજરાત ઈન્ટરનેશનલ ફિન-ટેક (GIFT) સિટી, ગુજરાત ખાતે અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરી રહ્યા છીએ.

ડિજિટલ ઈન્ડિયાના વખાણ કરતાં Google CEOએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેના સમય કરતાં આગળ હતું અને હવે હું તેને એક બ્લુપ્રિન્ટ તરીકે જોઉં છું જેને અન્ય દેશો અનુસરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટિમ કૂક, એલોન મસ્ક પણ મળ્યા

સુંદર પિચાઈ ઉપરાંત એલોન મસ્ક સહિત ટોચના અમેરિકન ઉદ્યોગપતિઓ, એપલના સીઈઓ ટિમ કૂક, સ્પેસ એક્સ, ટેસ્લા અને ટ્વિટર સહિત અનેક કંપનીઓના બોસ પીએમ મોદીને મળ્યા હતા. પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્કે પોતે તેમના ફેન હોવાની વાત કરી હતી. એલોન મસ્કે કહ્યું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે, વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કનું કહેવું છે કે તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાં શક્ય તેટલું જલ્દી રોકાણ કરવાની તકો શોધી રહી છે.                      

ટોપ સ્ટોરી

Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget