Sundarlal Bahuguna Death: પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું કોરોનાથી નિધન, એઈમ્સ ઋષિકેષમાં લીધા અંતિમ શ્વાસ
ડોક્ટરો અનુસાર તેઓ ડાયાબિટીશના પેશન્ટ હતા અને તેમને કોરોનાની સાથે નિમોનિયા પણ થય હતો.
ઋષિકેશઃ કોવિડની સારવાર માટે એઈમ્સ ઋષિકેશમાં ભરતી થયેલ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુમાનું નિધન થયું છે. તેમણે આજે બપોરે 12 કલાકે ઋષિકેશ એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. મોડી રાત્રે તેમનું ઓક્સિજન લેવલ 86 ટકા પર હતું. પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાની એઈમ્સ ઋષિકેશમાં સારવાર ચાલી રહી હતી.
ડોક્ટરો અનુસાર તેઓ ડાયાબિટીશના પેશન્ટ હતા અને તેમને કોરોનાની સાથે નિમોનિયા પણ થય હતો. જુદા જુદા રોગથી ગ્રસિત હોવાને કારણે તેઓ વિતેલા ઘણાં વર્ષોથી દવા લેતા હતા. 94 વર્ષીય બહુગુણાને કોરોના થયા બાદ 8 મેના રોજ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્ય હતા.
આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા
તેની સારવાર કરી રહેલ ડોક્ટરોની ટીમે ઇલેક્ટ્રોલાઈટ્સ અને લીવર ફંક્શન ટેસ્ટ સહિત તેના લોહીમાં અનિયંત્રિત બ્લડ સુગરની તપાસ અને નિરીક્ષણની સલાહ આપી હતી. પરંતુ મોડી રાત્રે તેમની સ્થિતિ બગડવા લાગી અને આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા.
પ્રખ્યાત ગઢવાલી પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા ચિપકો આંદોલનના નેતા છે. ચિપકો આંદોલનમાં તેમની ભૂમિકા મહત્વની માનવામાં આવી હતી. તે વર્ષોથી હિમાલયમાં જંગલોના સંરક્ષણ માટે લડાઈ લડી રહ્યા છે. સુંદરલાલ બહુગુણાએ પહેલી વાર 1970ના દાયકામાં ચિપકો આંદોલનના સભ્ય તરીકે અને બાદમાં 1980થી શરૂ થઈને 2004ની શરૂઆતમાં ટિહરી બાંધ વિરોધી આંદોલનની આગેવાની કરી હતી.
સુંદરલાલ બહુગુણાએ 80ના દશકમાં ઈન્દિરા ગાંધીને આગ્રહ કરીને 15 વર્ષો સુધી વૃક્ષો કાપવા પર રોક પણ લગાવડાવી હતી. બહુગુણાએ ટિહરી બાંધના વિરોધમાં પણ જોરદાર આંદોલન ચલાવ્યુ હતુ. સુંદરલાલ બહુગુણાએ હિમાલયની યાત્રા પણ કરી હતી અને ઘણી વાર પર્યાવરણ મુદ્દે ભૂખ હડતાળ પણ કરી હતી.
ચિપકો આંદોલન એક રીતે જંગલોની અવ્યવહારુ રીતે કાપણીને રોકવા માટે શરૂ કરવામાં આવ્યુ હતુ. આ આંદોલનની શરૂઆત 1973માં થઈ હતી. જંગલોની કાપણીને રોકવા માટે આશ્રિત લોકોએ વૃક્ષો સાથે ચિપકીને આ આંદોલનની શરૂઆત કરી હતી જેથી વૃક્ષ કાપનારા લોકો વૃક્ષોને કાપી ન શકે. આ આંદોલનમાં મહિલાઓ અને પુરુષો બંને શામેલ હતા.