શોધખોળ કરો
Advertisement
બિહારની પરીક્ષામાં સની લિયોની રહી ટોપ પર! જાણો કેટલા મળ્યા પોઈન્ટ
નવી દિલ્હીઃ બિહાર જૂનિયર એન્જિનિયર પરીક્ષામાં સની લિયોની ટોપ પર રહી છે. પરંતુ આ એ સની લિયોની નથી જે બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળે છે. વાત એમ છે કે, બિહાર પબ્લિક હેલ્થ એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટ (PHED)માં જૂનિયર એન્જીનિયર પદો પર ભરતી માટે યોજવામાં આવેલ પરીક્ષાનું મેરિટ લિસ્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં ટોપ પર જે ઉમેદવાર છે તેનું નામ સની લિયોની છે.
સત્તાવાર વેબસાઇટ પર જારી કરવામાં આવેલ મેરિટ લિસ્ટમાં સની લિયોનીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. મેરિટ લિસ્ટ અનુસાર, સની લિયોનીએ 98.50 ટકા મેળવ્યા છે. સ્કોર કાર્ડ અનુસાર, સની લિયોનીએ 73.50 એજ્યુકેશન પોઈન્ટ, 25.00 એક્સપીરિયન્સ પોઈન્ટ મેળવ્યા છે. પરીક્ષામાં બેઠેલ સની લિયોનીના પિતાનું નામ લિયોના લિયોની છે અને તેની એપ્લિકેશન આઈડી JEC/0031211 છે.
પરીક્ષામાં ટોપર રહેલ સની લિયોની હાલમાં 27 વર્ષની છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં ત્રીજા સ્થાન પર જેને ટોપ કર્યું છે તેનું નામ bvcxzbnnb છે અને તેના પિતાનું નામ mggvghhnnnn છે. યાદી અનુસાર bvcxzbnnbને 92.89 પોઈન્ટ મળ્યા છે. જણાવીએ કે, વેબસાઈટ પર જારી કરવામાં આવેલ મેરિટ લિસ્ટમાં 1000 નામ છે. મીડિયા અહેવાલ અનુસાર પંચે સિવિલ એન્જીનિયરના કુલ 214 પદો પર ભરતી બહાર પાડી હતી. તેની મેરિટ યાદી ફેબ્રુઆરીમાં જારી કરવામાં આવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
સુરત
Advertisement