Jagannath Rath Yatra 2021: SCનો નિર્ણય, જગન્નાથ પૂરી રથયાત્રા નીકળશે, જાણો કઈ શરતોનું પાલન કરવું પડશે
સુપ્રીમ કોર્ટે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા પ્રકોપ અને ત્રીજી લહેરની આશંકાને જોતા રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.

Jagannath Puri Rath Yatra 2021: આ વર્ષે પૂરી જગન્નાથ રથયાત્રા પોતના નક્કી સમય એટલે કે 12 જુલાઈના રોજ નીકળશે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ રથયાત્રા માત્ર પૂરીમાં કાઢવામાં આવશે. તે પણ મર્યાદિત હશે. સુપ્રીમ કોર્ટે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા પ્રકોપ અને ત્રીજી લહેરની આશંકાને જોતા રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ગણાવતા સમગ્ર ઓડિશા રાજ્યમાં રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે પૂરા રાજ્યમાં રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીદી હતી. અરજીમાં બારીપદા, સાસાંગ અને ઓડિશાના અન્ય શહેરમાં પણ રથયાત્રા કાઢવાની મંજૂરી માગવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે રથયાત્રા કાઢવાની મંજૂરી આપી ન હતી.
તમને જણાવીએ કે, ઓડિશા સરકાર થોડા દિવસ પહેલા કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખતા માત્ર પુરીમાં જ રથયાત્રાની મંજૂરી આપી હતી. બાકીના તમામ જગન્નાથ મંદિરોમાં મંદિર પરિસરમાં અનુષ્ઠાનની મંજૂરી આપી હતી. પરંતુ જગન્નાથ પૂરી રથયાત્રા ભક્તોએ તેની વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી બારીપદા, સાસાંગ અને ઓડિશાના અન્ય શહેરમાં રથયાત્રા કાઢવાની મંજૂરી માગી હતી.
અમદાવાદમાં રથયાત્રા
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે રથાયાત્રાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રથાયાત્રા સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે રથયાત્રા નીકળશે.
પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા લોકોની શ્રદ્ઘા આસ્થા જોડાયેલી છે. રાજ્યના ડીજીપી તમામ સાથે ચર્ચા કરી. સીએમ સમક્ષ કોર કમિટીમાં તમામ મુદ્દા અને પાસા મુકાયા હતા. ગત વર્ષે કોરોનાની મહામારીથી કોર્ટેના કહેવાથી આપણે રથયાત્રા કાઢી શક્યા નહોતા. આ વખતે રાજ્યમાં બીજી વેવ પછી સતત કોરોનાના કેસમાં ઘટાડો થતાં રીકવરી રેટ 98.54 ટકા પહોંચ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, અત્યારે 60 હજાર લોકોની ટેસ્ટિંગ પણ કરાય છે જેમાં પોઝિટીવીટી રેટ 1 ટકા છે. કોરોનાના કારણે કોઈ મૃત્યુ થયુ નહોતુ. અમદાવાદમાં 13 કેસ છે રીકવરી રેટ વધુ છે. તમામ સ્થિતિનો અભ્યાસ કરીને મુદ્દાના આધારે માર્ગદર્શક સુચનાઓ કોવિડ પોટોકોલની જાળવણી સાથે રથયાત્રા નિકળે જેથી કોરોનાનો વ્યાપ ન વધે. ગાઈડલાઈન ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળશે. પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ છે. રથયાત્રા પસાર નિકળશે ત્યાંથી રૂટ પર કરફ્યુ લાગશે.
તેમણે ઉમેર્યું હતું કે, રથયાત્રા મંદિરથી નિકળી નિજ મંદિર પરત આવે ત્યાર સુધી કરફ્યુનો અમલ રહશે. ઐતિહાસિક રથયાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહશે. રથ પ્રસ્થાન પહિંદવિધી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મર્યાદિત લોકોની હાજરીમાં પ્રસ્થાન થશે. રાજ્ય સરકાર આગોતરૂ આયોજન કરી રહ્યુ છે. રસ્તામાં આવતા કોરોના કે અન્યભાગમાં લોકોને વિનંતી કરૂ છુ સમગ્ર રથયાત્રા દુરદર્શન દ્વારા લાઈવ કવરેજ કરાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
