(Source: ECI/ABP News/ABP Majha)
Supreme Court: નવા સંસદ ભવનનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ધઘાટનની માંગણી કરતી અરજી ફગાવાઇ, કરી આ વાત
રાષ્ટ્રપતિ દ્વારા સંસદના ઉદ્ઘાટનને લઈને વિવાદ ચાલુ છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
રાષ્ટ્રપતિ દ્વારા સંસદના ઉદ્ઘાટનને લઈને વિવાદ ચાલુ છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
સુપ્રીમ કોર્ટે પીએમ મોદી દ્વારા નવી સંસદના ઉદ્ઘાટનને લઈને અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજદારના વકીલને કહ્યું કે, 'આવી અરજી દાખલ કરવા બદલ અમે તમારા પર દંડ કેમ ન લગાવીએ.' સુનાવણી દરમિયાન, અરજદાર વતી દલીલ કરતી વખતે, કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે બંધારણીય વડાનું પદ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમે આ મામલે દખલ કરવા માંગતા નથી.'
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે બહાર પાડવામાં આવશે ખાસ 'સિક્કો', હશે અનેક વિશેષતાઓ
75 rupees coin: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે 75 રૂપિયાનો નવો સિક્કો પણ બહાર પાડવામાં આવશે, જેમાં ઘણી વિશેષતાઓ હશે. નાણા મંત્રાલયે નવા સિક્કા બનાવવા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ ધાતુઓમાંથી સિક્કા બનાવવામાં આવશે
નાણા મંત્રાલયની સૂચના અનુસાર, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો (Rs 75 Coin) લોન્ચ કરવામાં આવશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી અને 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. 5-5 ટકા નિકલ અને ઝીંક મેટલ્સ હશે.
નવો સિક્કો આવો હશે
75 રૂપિયાના આ નવા સિક્કાની આગળની બાજુએ અશોક સ્તંભની નીચે 75 રૂપિયાનું મૂલ્ય લખવામાં આવશે. આ સિવાય જમણી અને ડાબી બાજુએ હિન્દી અને અંગ્રેજીમાં ભારત લખેલું હશે. સિક્કાની બીજી બાજુ નવા સંસદ ભવનનું ચિત્ર હશે, જેના પર હિન્દીમાં સંસદ સંકુલ અને નીચે અંગ્રેજીમાં લખેલું હશે. સંસદના ચિત્રની નીચે વર્ષ 2023 લખેલું હશે.
કોલકાતા ટંકશાળમાં બનશે સિક્કો
આ સિક્કો ભારત સરકારની કોલકાતા ટંકશાળમાં બનાવવામાં આવી રહ્યો છે. નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. નાણા મંત્રાલયે કહ્યું છે કે આ સિક્કાને ફર્સ્ટ શેડ્યૂલના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.
કેટલાક રાજકીય પક્ષોનો વિરોધ
તમને જણાવી દઈએ કે નવા સંસદ ભવનને લઈને દેશમાં રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. કોંગ્રેસ સહિત કેટલાક રાજકીય પક્ષોએ નવા સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિરોધી પક્ષોની દલીલ છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈએ, વડાપ્રધાન દ્વારા નહીં.
આવું હશે નવું સંસદ ભવન
નવા સંસદ ભવન વિશે વાત કરીએ તો તેને ત્રિકોણાકાર આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. નવા સંસદ ગૃહમાં લોકસભામાં 888 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336 થી વધુ લોકો માટે બેઠક છે. તે જ સમયે, નવી રાજ્યસભામાં 384 બેઠકો છે અને મુલાકાતીઓની ગેલેરીમાં 336 થી વધુ લોકોની બેઠક ક્ષમતા છે. નવા સંસદભવનના નિર્માણમાં ભારતીય પરંપરાની સાથે સાથે આધુનિકતાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેના કેમ્પસ વિવિધ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.