(Source: ECI/ABP News/ABP Majha)
Teesta setalvad : તિસ્તા સેતલવાડને સુપ્રિમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન
સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતવલાડને વચગાળાના જામીન આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટના જામીન આપવાના ઇનકારને પડકારતી તિસ્તાની અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ યુ યુ લલિતની બેંચ દ્વારા કરવામાં આવી હતી.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતવલાડને વચગાળાના જામીન આપ્યા છે. તિસ્તાની અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ યુ યુ લલિતની બેંચ દ્વારા કરવામાં આવી હતી. 2002ના ગુજરાત રમખાણોના સંબંધમાં કેસ દાખલ કરવા માટે દસ્તાવેજોના કથિત બનાવટના મામલે ગુજરાત પોલીસ એફઆઈઆરમાં જામીન મેળવવા માટે તિસ્તા સેતલવાડ દ્વારા અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
Supreme Court says activist Teesta Setalvad shall render complete cooperation in the pending investigation, and asks her to surrender her passport.
— ANI (@ANI) September 2, 2022
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તિસ્તા સેતલવાડની 25 જૂને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેના એનજીઓ સંબંધિત કેસના સંબંધમાં ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલા બે મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે. પોલીસે તેની 7 દિવસ સુધી પૂછપરછ પણ કરી છે. હાઈકોર્ટે 19 સપ્ટેમ્બરે જામીન પર સુનાવણી કરવાનું કહ્યું છે. આ દરમિયાન તેને વચગાળાના જામીન આપવા યોગ્ય છે. તે પાસપોર્ટ નીચલી કોર્ટમાં જમા કરાવે અને તપાસમાં સહકાર આપે.
આ પહેલા બુધવારે સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને બે મહિનાથી વધુ સમય માટે જે રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સવાલ કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટે જવાબ માંગવા માટે છ અઠવાડિયા પછી નોટિસ કેવી રીતે જારી કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચે એમ પણ કહ્યું હતું કે આ કેસમાં એવો કોઈ ગુનો નથી કે જેના માટે જામીન ન આપી શકાય, તે પણ એક મહિલાને. ન્યાયાધીશોએ કહ્યું કે તિસ્તા સેતલવાડ બે મહિનાથી વધુ સમયથી જેલમાં છે અને હજુ સુધી કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી.
સુનાવણી દરમિયાન કોણે શું કહ્યું?
આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાત તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે માત્ર તિસ્તાના કેસમાં જ હાઈકોર્ટે જામીન પર નોટિસ આપીને 6 અઠવાડિયા પછી સુનાવણી માટે સમય આપ્યો તે માનવું ખોટું છે. ગુજરાત હાઈકોર્ટમાં આ સામાન્ય પ્રક્રિયા છે. 3 ઓગસ્ટે, જે દિવસે તિસ્તાની અરજી પર નોટિસ જારી કરવામાં આવી હતી, ઘણા લોકોને સુનાવણી માટે વધુ સમય આપવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર તિસ્તાને દુશ્મન માને છેઃ સિબ્બલ
તેમણે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટને 19 સપ્ટેમ્બર પહેલા સુનાવણી માટે કહેવા માંગે છે, પરંતુ પોતે જામીન ન આપે તો તે ખોટું ઉદાહરણ હશે. બીજી તરફ તિસ્તા સેતલવાડના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે રાજ્ય સરકાર તિસ્તાને પોતાની દુશ્મન માને છે. તેમને કોઈક રીતે જેલમાં રાખવા માંગે છે. અરજદારની 7 દિવસની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી છે અને તે હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે. અરજદાર સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.