IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
Delhi Capitals IPL 2025 Captain: હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ એવી ટીમો છે જે કેપ્ટનની શોધમાં છે
Will KL Rahul lead Delhi Capitals in IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની મેગા ઓક્શન બાદ હવે ઘણી ટીમો સામે સૌથી મોટો પડકાર ટીમનો કેપ્ટન બનાવવાનો છે. હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ એવી ટીમો છે જે કેપ્ટનની શોધમાં છે. માત્ર સનરાઇઝર્સ હૈદરાબાદ (પેટ કમિન્સ), ચેન્નઇ સુપર કિંગ્સ (ઋતુરાજ ગાયકવાડ) અને ગુજરાત ટાઇટન્સ (શુભમન ગિલ)ની ટીમો પાસે કેપ્ટન છે.
Dilli - we're ready for IPL 2025! 💙 pic.twitter.com/H8H1kew2Jq
— Delhi Capitals (@DelhiCapitals) November 25, 2024
દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ (16.50 કરોડ), કુલદીપ યાદવ (13.25 કરોડ), ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ) અને અભિષેક પોરેલ (4 કરોડ)ને રિટેન કર્યા હતા. IPL ઓક્શનમાં દિલ્હીએ KL રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
દિલ્હીની ટીમમાં કેએલ રાહુલ, ફાફ ડુ પ્લેસિસ જેવા ખેલાડીઓ છે જે કેપ્ટનના દાવેદાર ગણાય છે. અક્ષર પટેલ પણ કેપ્ટનશીપનો દાવેદાર છે. પરંતુ અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપને લઈને સસ્પેન્સ છે.
પરંતુ ટીમના માલિક પાર્થ જિંદાલે આ મુદ્દે સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરી છે. જિંદાલે કહ્યું હતું કે કેપ્ટનશિપ વિશે વાત કરવી થોડી વહેલી છે. અક્ષર પટેલ ઘણા લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી સાથે છે. તે છેલ્લી સીઝનમાં વાઇસ-કેપ્ટન હતો, તેથી અમને હજુ સુધી ખબર નથી કે કેપ્ટન બીજું કોઈ હશે કે કેમ. હજુ ઘણું બધું થવાનું છે.
મેં કેએલ (રાહુલ) સાથે વાત કરી હતી પરંતુ હજુ સુધી તેને મળ્યો નથી. હું તેને વ્યક્તિગત રીતે ખૂબ સારી રીતે ઓળખું છું, હું તેની પાસેથી (તેના વિચાર) સમજીશ અને કોચિંગ ગ્રુપ શું કરે છે તેના પર નિર્ભર રહેશે? આખરે અંતમાં કિરણ ( સહ-માલિક) અને હું શું કરવા માંગીએ છીએ. આ માટે ઘણો સમય છે.
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ