શોધખોળ કરો
Advertisement
નાગરિકતા સંશોધન કાયદા પર રોક લગાવવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર, કેન્દ્ર સરકારને પાઠવી નોટીસ
નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 59 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે. આ મામલે આગામી સુનાવણી 22 જાન્યુઆરી થશે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા પર હાલમાં સ્ટે મુકવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. સાથે કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અને તમામ કેસને લઇ કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. અરજીકર્તાઓએ તર્ક આપ્યો હતો કે, આ કાયદો બંધારણની કલમ 14, 21, 25નું ઉલ્લંઘન કરે છે. તેની સાથે જ ભારતની મૂળ ભાવનાનું પણ ઉલ્લંઘન કરે છે.
નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધમાં અત્યાર સુધી 59 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ છે. આ અરજીઓ પર આજે ચીફ જસ્ટિસ એસએસ બોબડે, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્ય કાંતની બેન્ચે સુનાવણી કરી હતી. આ મામલે હવે આગામી સુનાવણી 22 જાન્યુઆરી થશે.
સીએએ વિરુધ્ધ અરજીકર્તાઓમાં કૉંગ્રેસ નેતા જયરામ રમેશ, અસરુદ્દીન ઓવૈસી, ટીએમસી નેતા મહુઆ મોઈત્રા, આરજેટી નેતા મનોજ ઝા, જમીયત ઉલેમા એ હિંદ, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સામેલ છે. મોટાભાગની અરજીઓમાં ધર્મના આધાર પર શર્ણાર્થીઓને નાગરિકતા આપનારા આ કાયદાને સંવિધાન વિરુદ્ધ ગણાવ્યો છે.A Bench of Chief Justice SA Bobde, Justice BR Gavai and Justice Surya Kant refuses to stay the implementation of the Citizenship (Amendment) Act, 2019. Supreme Court says it will hear the pleas in January. pic.twitter.com/U4Up0yh7T9
— ANI (@ANI) December 18, 2019
સુનવણી દરમિયાન એટોર્ની જનરલે કહ્યું કે એકટ પર સ્ટે મુકવા માટે જે દલીલ કરાઇ છે ત્યાં એકટને ચેલેન્જ કરવા સમાન છે. એવામાં એકટ પર કોઇપણ પ્રકારનો સ્ટે લગાવામાં ના આવે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે એ કહ્યું કે અમે તેના પર સ્ટે મૂકી શકીએ નહીં. વકીલે આ દરમ્યાન કહ્યું કે અસમ સળગી રહ્યું છે, અત્યારે આ એકટ પર સ્ટેની જરૂર છે. જો કે ચીફ જસ્ટિસે આ સુનવણીને તરત કરવાની ના પાડી દીધી.CJI Bobde calls Attorney General (AG) KK Venugopal & says there is “unusual request” from lawyer Ashwini Upadhyay who says he visited Jamia & people don't know about the Act, can you publicise the Citizenship Amendment Act? AG says "government authorities can publish the Act". https://t.co/ljeFLPSKzc
— ANI (@ANI) December 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement