શોધખોળ કરો

Pahalgam Attack: 'શું તમે સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છો?', સુપ્રીમ કોર્ટે અરજદારોને લગાવી ફટકાર

Pahalgam Attack:  સુપ્રીમ કોર્ટે પહલગામ આતંકવાદી હુમલાની ન્યાયિક તપાસની માંગ કરતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે

Pahalgam Attack:  સુપ્રીમ કોર્ટે પહલગામ આતંકવાદી હુમલાની ન્યાયિક તપાસની માંગ કરતી પીઆઈએલ પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ હુમલામાં આતંકવાદીઓએ 26 લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટે પીઆઈએલ દાખલ કરનારા અરજદારોને ઠપકો આપ્યો અને કહ્યું કે ન્યાયાધીશો આતંકવાદી કેસોની તપાસમાં નિષ્ણાત નથી. આ મહત્વપૂર્ણ સમયમાં દેશના દરેક નાગરિકે આતંકવાદ સામે લડવા માટે હાથ મિલાવ્યો છે. કોર્ટે પૂછ્યું કે શું તેઓ સુરક્ષા દળોનું મનોબળ તોડવા માંગો છે. કોર્ટે તેમને આવા મુદ્દાઓને ન્યાયિક ક્ષેત્રમાં ન લાવવા કહ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેના માટે સુપ્રીમ કોર્ટે અરજદારને ઠપકો આપ્યો છે. કોર્ટે અરજદારને કહ્યું કે તમે પહલગામ હુમલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં કરાવવાની માંગ કરી છે. ન્યાયાધીશો ક્યારથી આવા કેસોની તપાસમાં નિષ્ણાત બન્યા છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે મામલાની ગંભીરતાને જુઓ.

'આતંકવાદ સામે લડવા માટે બધાએ સાથે આવવું પડશે'

કોર્ટે કહ્યું કે આ મુશ્કેલ સમય છે અને બધાએ સાથે મળીને આતંકવાદ સામે લડવું પડશે. કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે અરજી દાખલ કરીને પહલગામ હુમલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ન્યાયિક પંચની રચના કરવાની માંગ કરવામાં આવી હતી.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા મામલા કોર્ટમાં ન લાવવા જોઈએ જેનાથી સેનાના મનોબળ પર નકારાત્મક અસર પડે.

CRPF અને NIA ને નિર્દેશ આપવા અપીલ

અરજીમાં કેન્દ્ર સરકાર, જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર, CRPF અને NIA ને પ્રવાસી વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા માટે નક્કર કાર્ય યોજના તૈયાર કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. આ અંતર્ગત રીઅલ-ટાઇમ મોનિટરિંગ, ગુપ્તચર સંકલન અને ઝડપી પ્રતિક્રિયા ટીમોની તૈનાતી જેવા પગલાં સૂચવવામાં આવ્યા હતા.

અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે પર્વતીય અને સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓની સુરક્ષા માટે સશસ્ત્ર દળો તૈનાત કરવા જોઈએ. અરજીમાં પહલગામ હુમલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં ન્યાયિક પંચની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget