શોધખોળ કરો
સગીરા પર રેપ કેસ મામલે આસારામની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ આસારામની સ્વાસ્થ્યના આધારે દાખલ કરેલી જમાનત અરજી નકારી દીધી છે. આસારામ બળાત્કારના એક મામલાના સંબંધમાં જેલમાં બંધ છે.
સુપ્રીમ કોર્ટે તેમને હાલ વચગાળાના જામીન આપવાનો ઈનકાર કરતા એમ્સ બોર્ડ પાસે 10 દિવસમાં મેડિકલ તપાસ કરી રિપોર્ટ આપવા માંગણી કરી છે. કોર્ટે કહ્યું કે મેડિકલ બોર્ડ પોતાનો રિપોર્ટ દાખલ કરે અને ત્યારબાદ આગળની સૂનવણી થશે.
ઉલ્લેખનીય છે કે સગીર સાથે રેપના મામલે જેલમાં બંધ આસારામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી મેડિકલ ગ્રાઉંડ પર વચગાળાના જામીનની માંગણી કરી છે. આસારામ છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં બંધ છે અને પહેલા પણ મેડિકલ આધાર પર જામીનની માંગણી કરી ચૂક્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટથી આસારામને રાહત મળી શકી નહોતી.
વધુ વાંચો





















