શોધખોળ કરો
Advertisement
દારૂની હોમ ડીલિવરી કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો ? જાણો શું કરી કોમેન્ટ ?
દેશમાં કેટલાક શહેરોમાં દારૂની હોમ ડિલિવરી પણ શરૂ કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ છૂટછાટ આપવામાં આવતાં જ દારૂ ખરીદવા લોકોએ પડાપડી કરી હતી. કેટલીક જગ્યાએ પોલીસે લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હતો.
દેશમાં કેટલાક શહેરોમાં દારૂની હોમ ડિલિવરી પણ શરૂ કરવામાં આવી હતી. જેને લઈ સુપ્રીમ કોર્ટમાં શરાબ વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે શરાબ વેપારીઓની અરજીને સાંભળવાનો ઈન્કાર કરી દીધો હતો. પુણે અને નાસિકમાં શરાબની હોમ ડિલીવરીની મંજૂરી માંગવામાં આવી હતી. જેના પર કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું, શરાબ કોઈ જરૂરી ઉપયોગની વસ્તુ નથી.
આ ઉપરાંત કોર્ટે કહ્યું, દારૂ કેવી રીતે વેચી શકાય તે અદાલતનો વિષય નથી. રાજ્ય સરકારોને આ અંગેના નિયમ બનાવવાની મંજૂરી આપી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement