Suresh Gopi: રાજીનામાની અટકળો વચ્ચે કેરળના એકમાત્ર બીજેપી સાંસદ સુરેશ ગોપીએ આપ્યું નિવેદન
Suresh Gopi: વાસ્તવમાં સુરેશ ગોપીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં મંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ શપથ લીધા બાદ તેમણે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. હું કેબિનેટનો ભાગ બનવા માંગતો ન હતો. મેં કહ્યું હતું કે મને આમાં રસ નથી. એવું લાગે છે કે હું ટૂંક સમયમાં મુક્ત થઈશ.

Suresh Gopi: કેરળના એકમાત્ર ભાજપના સાંસદ સુરેશ ગોપીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપવાની અટકળો પર પ્રતિક્રિયા આપી છે. કેરળના ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ સુરેશ ગોપી, જેમણે ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન તરીકે શપથ લીધા, તેમણે ટ્વિટ કર્યું, "કેટલાક મીડિયા પ્લેટફોર્મ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે કે હું મોદી સરકારના મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ સંપૂર્ણપણે ખોટું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમે કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ.
Newly elected BJP MP from Kerala, Suressh Gopi, who took oath as Union Minister yesterday tweets, "A few media platforms are spreading the incorrect news that I am going to resign from the Council of Ministers of the Modi Government. This is grossly incorrect. Under the… pic.twitter.com/6QGS2jGoWr
— ANI (@ANI) June 10, 2024
વાસ્તવમાં સુરેશ ગોપીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં મંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ શપથ લીધા બાદ તેમણે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, હું સાંસદ તરીકે કામ કરવા માંગુ છું. હું કેબિનેટનો ભાગ બનવા માંગતો ન હતો. મેં કહ્યું હતું કે મને આમાં રસ નથી. એવું લાગે છે કે હું ટૂંક સમયમાં મુક્ત થઈશ.
CPI ઉમેદવારને હરાવ્યા
સુરેશ ગોપી પહેલીવાર કેરળમાં લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમણે થ્રિસુર બેઠક પરથી સીપીઆઈના સુનિલ કુમારને લગભગ 75 હજાર મતોથી હરાવ્યા હતા.
સુરેશ ગોપી સાંસદ તરીકે કામ કરવા માંગે છે
અગાઉ રાજીનામાનું કારણ જણાવતા ગોપીએ કહ્યું હતું કે, મેં ઘણી ફિલ્મો સાઈન કરી છે અને તે પુરી કરવાની છે. હું થ્રિસુરના સાંસદ તરીકે કામ કરતો રહીશ. તેણે કહ્યું, તે કોઈપણ કિંમતે તેની ફિલ્મો કરવા માંગે છે અને ત્રિશૂરના લોકો માટે કામ કરશે. તેમને ત્યાંના લોકો સાથે કોઈ સમસ્યા નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સુરેશ ગોપી કેરળના એકમાત્ર ભાજપના સાંસદ છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ 'ટ્રોલ' થયા હતા. 'એક્શન હીરો' સુરેશ ગોપીએ કેરળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટિકિટ પર થ્રિસુર બેઠક જીતીને ભાજપ માટે ઇતિહાસ રચ્યો હતો. કેરળમાં ભાજપનો દાયકાઓ સુધી ચાલેલો સંઘર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ફળ્યો અને આખરે ભારતીય જનતા પાર્ટીએ સુરેશ ગોપી દ્વારા ખાતું ખોલાવ્યું.
જ્યોર્જ કુરિયને પણ શપથ લીધા
સુરેશ ગોપી સિવાય કેરળના અન્ય એક નેતાને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. કેરળમાં બીજેપી નેતા જ્યોર્જ કુરિયને પણ રવિવારે મંત્રી પદના શપથ લીધા, તેમને રાજ્ય મંત્રી તરીકે કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
