શોધખોળ કરો
Advertisement
SSR Case: વકીલ વિકાસ સિંહનો ખુલાસો- AIIMના ડૉક્ટરે જણાવ્યું કે, 200 ટકા સુશાંતનું ગળુ દબાવીને મારવામાં આવ્યો
સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહનું કહેવું છે કે, AIIMS ટીમનો ભાગ રહેલા ડૉક્ટરે મને જણાવ્યું હતું કે, જે તસવીર મે તેમને મોકલી હતી તે જણાવે છે કે, આ 200 ટકા ગળુ દબાવીને હત્યા કરવાનો મામલો છે. આત્મહત્યા નથી.”
મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને સો દિવસ પૂરા થઈ ગયા છે. એવામાં તપાસ અને ન્યાય મળવામાં થઈ રહેલા વિલંબ પર સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, સુશાંત સિંહ રાજપૂતે સ્યૂસાઈડ કર્યું છે કે હત્યા થઈ છે.
સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે ટ્વીટ કરી કે, “CBI દ્વારા સુશાંત કેસને આત્મહત્યા માટે ઉશ્કેરવાથી બદલીને હત્યાના મામલામાં બદલવામાં થઈ રહેલા વિલંબથી હવે ફ્રસ્ટ્રેશન થઈ રહી છે. AIIMS ટીમનો ભાગ રહેલા ડૉક્ટરે મને જણાવ્યું હતું કે, જે તસવીર મે તેમને મોકલી હતી તે જણાવે છે કે, આ 200 ટકા ગળુ દબાવીને હત્યા કરવાનો મામલો છે. આત્મહત્યા નથી.”
જ્યારે એમ્સના ફોરેન્સિક ચીફ સુધીર ગુપ્તાએ આજ તક સાથે ખાસ વાતચીતમાં વિકાસ સિંહના નિવેદન પર કહ્યું કે, “હજુ પણ તપાસ ચાલી રહી છે, તેઓ જે કહી રહ્યાં છે તે યોગ્ય નથી, અમે માત્ર ગળા પર ખેંચવાના નિશાન અને ક્રાઈમ સીનને જોઈને આ પરીણામ સુધી પહોંચી નથી શકતા કે આ સ્યૂસાઈડ છે હત્યા, તેમાં વધુ તમામ કરવાની જરૂર છે. જે ચાલી રહી છે અને હજુ કોઈ ફાઈનલ પરીણામ નીકળ્યું નથી. ”
ઉલ્લેખનીય છે કે, 14 જૂને સુશાંત સિહ રાજપૂતની બોડી તેના મુંબઈ સ્થિતિ ફ્લેટ પર પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવી હતી. કેસ પહેલા મુંબઈ પોલીસ પાસે હતો પરંતુ સુશાંતના પિતા દ્વારા બિહારમાં FIR નોંધાવ્યા બાદ નાટકીય મોડ આવ્યો હતો. કેકે સિંહે રિયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા, તેના થોડા સમય બાદ આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement