શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સ્વચ્છતા સર્વેક્ષણ 2020: ઈન્દોર સતત ચોથા વર્ષે સૌથી સ્વચ્છ શહેર બનતાં શિવરાજ સિંહે શું કહ્યું ? જાણો વિગત
દેશના સૌથી સ્વચ્છ શહેરમાં ગુજરાતનું સુરત બીજા ક્રમે અને મહારાષ્ટ્રનું નવી મુંબઈ ત્રીજા ક્રમે રહ્યું,
ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઝે રાષ્ટ્રવ્યાપી વાર્ષિક સર્વેક્ષણની પાંચમી એડિશન સ્વચ્છ સર્વેક્ષણ 2020ના પરિણામોની ગુરુવારે જાહેરાત કરી હતી. જેમાં ઈન્દોર સતત ચોથા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. જે બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ તેમના રાજ્યના શહેરને લઈ પ્રતિક્રિયા આપી હતી.
એમપીના સીએમ શિવરાજ સિંહે કહ્યું, ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2020માં પ્રથમ ક્રમે આવવા બદલ ઈન્દોરવાસીઓને અભિનંદન. શહેરે ચોગ્ગો માર્યો છે અને મને વિશ્વાસ છે કે આ બાબતે સિક્સ ફટકારશે. ગુજરાતનું સુરત બીજા ક્રમે રહ્યું હતું. મહારાષ્ટ્રનું નવી મુંબઈ સ્વચ્છ સર્વેક્ષણમાં ત્રીજા ક્રમે રહ્યુ હતું. છત્તીસગઢ સૌથી સ્વચ્છ રાજ્ય બન્યું હતું.
કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયના પ્રવક્તા રાજીવ જૈને કહ્યું કે, આ સર્વેક્ષણણાં 4,242 શહેરો, 62 કન્ટેનમેન્ટ બોર્ડ અને ગંગા નદી કિનારે સ્થિત 92 નગરોના 1.87 કરોડ લોકોએ ભાગ લીધો હતો. સ્વચ્છ મહોત્સવ કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા શહેરો અને રાજ્યોને કુલ 129 પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
સ્વચ્છ સર્વેક્ષણ 2020નું અભિયાન 28 દિવસમાં પૂરું થયું છે. સ્વસ્છતા એપ પર 1.7 કરોડ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 5.5 લાખથી વધારે શપાઈ કર્મચારી સામાજિક કલ્યાણ કાર્યક્રમમાં જોડવામાં આવ્યા અને અનૌપચારિક રીતે કચરો વીણતા 84,000થી વધારે લોકોને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion