શોધખોળ કરો
Advertisement
રાજ ઠાકરેનું વિવાદીત નિવેદન- જમાતીઓને ગોળી મારીને ખત્મ કરી દેવા જોઇએ
જમાતીઓ દ્ધારા મહિલા સ્ટાફ સાથે કથિત અભદ્રતા પર પ્રતિક્રિયા આપતા ઠાકરેએ કહ્યુ કે આવા લોકોને ગોળી મારી દેવી જોઇએ. ઠાકરેએ આવા લોકોની સારવાર રોકવા કહ્યું હતું.
મુંબઇઃમહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ તબલીગી જમાતના લોકોને લઇને શનિવારે વિવાદીત નિવેદન આપ્યું છે. કોરોનાની શંકામાં કવોરેન્ટાઇન કરાયેલા જમાતીઓ દ્ધારા મહિલા સ્ટાફ સાથે કથિત અભદ્રતા પર પ્રતિક્રિયા આપતા ઠાકરેએ કહ્યુ કે આવા લોકોને ગોળી મારી દેવી જોઇએ. ઠાકરેએ આવા લોકોની સારવાર રોકવા કહ્યું હતું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલા પર મૌન તોડવા પર કહ્યું હતું. ઠાકરેએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી.
ઠાકરેએ મીડિયાને કહ્યું કે, દિલ્હીના નિઝામુદ્દીનના મરકજમાં આ બેઠક થઇ. લોકડાઉનના સમયે જમાતના ધાર્મિક કાર્યક્રમે કોરોના વાયરસ સામેના જંગને નુકસાન પહોંચાડ્યું છે. આવા લોકોને તો ગોળી મારી ખત્મ કરી દેવા જોઇએ. તેમને વળી સારવારની શું જરૂર છે. એક અલગ કાયદો બનાવીને એ લોકોની સારવાર રોકી દેવી જોઇએ. જો તેઓ વિચારતા હોય કે તેમનો ધર્મ દેશથી મોટો છે અને તે કોઇ કાવતરું કરી રહ્યા છે. તે લોકો પર થૂંકે છે. તે નર્સો સાથે ખરાબ વર્તન કરે છે. તો તેમને પાઠ ભણાવવાની જરૂર છે. આવા લોકોને તો માર મારીને વીડિયો વાયરલ કરી દેવો જોઇએ.
ઠાકરેએ કહ્યું કે, આ સમય કોઇ ધર્મ પર ચર્ચા કરવાનો નથી. પરંતુ મુસ્લિમો જો એવું કાંઇક કરી રહ્યા હોય તો તેમના પર કાર્યવાહી કરવાની જરૂર છે. તેમને સમજાવવાની જરૂર છે કે લોકડાઉનના કેટલાક દિવસો માટે છે ત્યારબાદ ત્યાં અમે લોકો હોઇશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement