Tajinder Bagga Arrest Case:પંજાબ-હરિયાણા હાઇકોર્ટે તજિન્દર બગ્ગાને આપી રાહત, 10 મે સુધી નહી થાય ધરપકડ
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે બગ્ગાના ધરપકડ વોરંટની સુનાવણી બાદ આ નિર્ણય લીધો હતો. બગ્ગાએ મોડી સાંજે પોતાના ધરપકડ વોરંટ સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી
નવી દિલ્હીઃ ભાજપ નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ પર 10 મે સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે બગ્ગાના ધરપકડ વોરંટની સુનાવણી બાદ આ નિર્ણય લીધો હતો. બગ્ગાએ મોડી સાંજે પોતાના ધરપકડ વોરંટ સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે જસ્ટિસ અનૂપ ચિતકારાના નિવાસસ્થાને તાત્કાલિક સુનાવણીની મંજૂરી આપી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બગ્ગા કેસની સુનાવણી અડધી રાત્રે થઈ હતી અને અરજી પર નિર્ણય લેવામાં આવ્યો હતો.
मोहाली हाईकोर्ट ने बीजेपी नेता तजिंदर पाल सिंह बग्गा को कोई राहत नहीं दी है। कोर्ट ने गिरफ़्तारी वारंट पर रोक नहीं लगाई है। पंजाब पुलिस ने कोर्ट में कहा है कि 10 मई को सुबह 11 बजे तक बग्गा को गिरफ़्तार नहीं करेंगे: आम आदमी पार्टी
— ANI_HindiNews (@AHindinews) May 7, 2022
ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસની કસ્ટડીમાંથી મુક્ત થયેલા બગ્ગાની મુશ્કેલીઓ વધી રહી છે. મોહાલી કોર્ટ દ્વારા બગ્ગા વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. મોહાલી કોર્ટે પંજાબ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચને તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું.
Punjab police seeks non-bailable warrant against Bagga
— ANI Digital (@ani_digital) May 7, 2022
Read @ANI Story | https://t.co/JP8O05yRWq#TejinderBagga #PunjabPolice pic.twitter.com/ZAguD2k1oB
બગ્ગાએ ધરપકડ વોરંટ રદ કરવાની માંગ કરી છે
શનિવારે રાત્રે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ અનૂપ ચિતકારાએ બગ્ગાની અરજી પર સુનાવણી કરી અને તજિન્દર બગ્ગા સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો. બગ્ગાએ હાઈકોર્ટમાં તેમની સામેના ધરપકડ વોરંટને રદ કરવાની માંગ કરી હતી.
પિતાએ કહ્યું- આ લડાઈ લાંબા સમય સુધી ચાલશે
ધરપકડમાંથી રાહત મળવા પર પિતા પ્રીતપાલ સિંહ બગ્ગાએ કહ્યું કે હું ખુશ છું કે તજિન્દરને પંજાબ હાઈકોર્ટમાંથી રાહત મળી છે. તેઓ (પંજાબ સરકાર) તેમને કોઈને કોઈ કેસમાં ફસાવવા માંગે છે. FIR કરતા રહેશે, પરંતુ અમે રોકાવાના નથી. આ લડાઈ લાંબા સમય સુધી ચાલશે. તેજસ્વી સૂર્યાએ બગ્ગાને HCમાંથી રાહત મળવા પર ટ્વીટ કર્યું અને કહ્યું- ન્યાયની બીજી જીત. કાયદાના શાસનની બીજી જીત.
મોહાલી કોર્ટે બગ્ગાની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો
વાસ્તવમાં પંજાબની મોહાલી કોર્ટના ન્યાયિક મેજિસ્ટ્રેટે ધરપકડનું વોરંટ જાહેર કર્યું હતુ અને પંજાબ પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચને બગ્ગાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો. બગ્ગા સામે કલમ 153 A, 505, 505 (2) અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે વોરંટ જાહેર કર્યુ હતું. આવી સ્થિતિમાં બગ્ગા પર ફરી ધરપકડની તલવાર લટકી રહી છે.