શોધખોળ કરો
Covid-19: તમિલનાડુમાં કોરોનાના નવા 786 કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 14 હજારને પાર
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 786 નવા કેસ નોંધાયા છે.

ચેન્નઈ: સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 786 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ તમિલનાડુમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે 14,000ને પાર પહોંચી છે. તમિલનાડુના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ કોરોના વાયરસ કેસની સંખ્યા હવે 14,753 પર પહોંચી છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ બે લોકોના મોત થયા કુલ મૃત્યુઆંક પણ વધીને 98 પર પહોંચ્યો છે. નવા નોંધાયેલા કેસોમાં 66 દર્દીઓ મહારાષ્ટ્રથી પાછા ફર્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે અત્યાર સુધીમાં 7128 દર્દીઓ સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે. જેમાં આજે 846 દર્દીઓને રજા આપવામાં આવી છે.
વધુ વાંચો





















