શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્ર પછી દેશના આ રાજ્યમાં પણ 1 જુલાઈથી લોકડાઉન લાદવાની વિચારણા, જાણો વિગત
તેલંગાણામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 14,419 પર પહોંચી છે. જેમાંથી 247 લોકોના મોત થયા છે. 5,147 લોકો સાજા થઈ ગયા છે અને 9,000 એક્ટિવ કેસ છે.
નવી દિલ્હીઃ દેશમાં દિવસેને દિવસે કોરોનાનો કેર વધી રહ્યો છે. અનેક રાજ્ય સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેલંગાણા સરકારે પણ લોકડાઉન વધારવાનો સંકેત આપ્યો છે.
રવિવારે રાજ્ય સરકારે કહ્યું, મેડિકલ અને સ્વાસ્થ્ય વિભાગે હૈદરાબાદમાં ફરીથા લોકડાઉન લાગુ કરવાનો સારો વિકલ્પ હોવાનો પ્રસ્તાવ આપ્યો છે. પરંતુ લોકડાઉન ફરીથી લાગુ કરવું એક મોટો ફેંસલો હશે. સરકારી મશીનરી અને લોકોએ આ માટે તૈયાર રહેવું જોઈએ. છેલ્લા બે ત્રણ દિવસની સ્થિતિ જોતા જો જરૂર પડશે તો આગામી દિવસોમાં લોકડાઉન, વિકલ્પો અને અન્ય સંબંધિત મુદ્દાના પ્રસ્તાવ પર ચર્ચા માટે કેબિનેટ બોલાવાશે અને નિર્ણય લેવાશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તેલંગાણામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 14,419 પર પહોંચી છે. જેમાંથી 247 લોકોના મોત થયા છે. 5,147 લોકો સાજા થઈ ગયા છે અને 9,000 એક્ટિવ કેસ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,459 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 380 લોકોના મોત થયા છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5,48,318 પર પહોંચી છે અને 16,475 લોકોના મોત થયા છે. 3,21,723 લોકો સાજા થઈ ગયા છે અને 2,10,120 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion