શોધખોળ કરો
Advertisement
મનમોહન સિંહની સરકારમાં 11 સર્જીકલ સ્ટ્રાઇક થઇ પણ તેનો પ્રચાર ક્યારેય કર્યો નથી: તેલંગણા CM
હૈદરાબાદ: સર્જીકલ સ્ટ્રાઈકને લઈને વિપક્ષ સતત મોદી સરકાર પર સવાલ ઉઠાવતું રહ્યું છે. એવામાં તેલંગણાના મુંખ્યમત્રી ચંદ્રશેખર રાવે પણ વડાપ્રધાન મોદીને સર્જીકલ સ્ટ્રાઇક પર આડે હાથ લેતાં કહ્યું કે યૂપીએના સમયમાં પાંચ વર્ષમાં 11 વખત સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. પરંતુ તેનો ક્યારેય પ્રચાર કર્યો નથી. આવા રણનીતિક હુમલાના ખુલાસા ક્યારેય નહીં કરવા જોઈએ.
સીએમ ચંદ્રશેખર રાવે કહ્યું કે, “જ્યારે હું કેન્દ્રીય મંત્રી હતો. ત્યારે 11 વખત હુમલા કરવામાં આવ્યા. તે રણનીતિક હુમલા છે. જેનો ખુલાસો કરવાનો હોતો નથી. તેઓએ કર્યું, અમે પણ કર્યું. ” ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર રાવ 2006 સુધી યૂપીએ સરકારનો હિસ્સો રહ્યાં હતા. ત્યારે અલગ તેલંગણા રાજ્યના મુદ્દા પર રાવે રાજીનામું આપી દીધું હતું.
રાહુલ ગાંધીની મોટી જાહેરાત, સત્તામાં પરત આવ્યા તો ખત્મ થશે......
ભાજપે વધુ 11 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
PM મોદીએ કર્યો દાવો- પરિણામ નક્કી જ, NDAની આટલી સીટો વાળી બની જશે સરકાર
નલગોંડા જિલ્લામાં એક રેલીને સંબોધન કરતા રાવે આક્ષેપ લગાવતા કહ્યું હતું કે “મોદી પ્રદેશની ટીઆરએસ સરકાર વિરુદ્ધ વોટ લેવા અને રાજનીતિક ફાયદા માટે જૂઠ ફેલાવી રહ્યાં છે. ભાજપના ‘ચોકીદાર’ વાળા કેમ્પેઈન પર ટિપ્પણી કરતા રાવે કહ્યું કે ચા વાળો જતો રહ્યો અને ચોકીદાર આવી ગયો.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ શુક્રવારે તેલંગણાના મેહબૂબ નગરમાં એક રેલીને સંબોધન કરતા મુખ્યંત્રી ચંદ્રશેખર રાવ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ રાવને વંશવાદ તથા તૃષ્ટીકરણની રાજનીતિનો ચહેરો ગણાવ્યો હતો.
અમિત શાહનો અમદાવાદમાં ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં જોડાયા સમર્થકો, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement