શોધખોળ કરો
આંધ્ર પ્રદેશમાં દારૂના મળવાથી લોકોએ પીધું સેનિટાઈઝર, 10 લોકોના મોત
આંધ્ર પ્રદેશના પ્રકાસમ જિલ્લાના એક ગામડામાં દારૂના બદલે કથિત રીતે સેનિટાઈઝર પીવાથી ત્રણ ભીખારીઓ સહિત આશરે 10 લોકોના મોત થયા છે.
![આંધ્ર પ્રદેશમાં દારૂના મળવાથી લોકોએ પીધું સેનિટાઈઝર, 10 લોકોના મોત ten people died by drinking sanitizer in andhra pradesh આંધ્ર પ્રદેશમાં દારૂના મળવાથી લોકોએ પીધું સેનિટાઈઝર, 10 લોકોના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/31235927/sanitaizer-ap.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમરાવતી: આંધ્ર પ્રદેશના પ્રકાસમ જિલ્લાના એક ગામડામાં દારૂના બદલે કથિત રીતે સેનિટાઈઝર પીવાથી ત્રણ ભીખારીઓ સહિત આશરે 10 લોકોના મોત થયા છે. પ્રકાસમ જિલ્લાના પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ કૌશલે જણાવ્યું કે કુરીચેંદૂ ગામના આ લોકો કેટલાક દિવસોથી સેનિટાઈઝરને પાણીમાં મેળવીને પી રહ્યા હતા.
કૌશલે ગામની મુલાકાત લીધી, ત્યાં લોકડાઉન લંબાવવાને કારણે દારૂની દુકાનો બંધ છે. તેમણે જણાવ્યું કે બે લોકોના ગુરૂવારે રાત્રે મોત થયા જ્યારે અન્ય આઠ લોકોના મોત શુક્રવારે થયા. તેમણે કહ્યું અમે એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે સેનિટાઈઝરમાં કોઈ ઝેરી પદાર્થ નથી ને. અમે સેનિટાઈઝરને રસાયણિક તપાસ માટે મોકલ્યું છે.
પોલીસે જણાવ્યું કે લોકો દારૂની ટેવ ધરાવતા હતા અને કુરીચેંદૂમાં કોવિડ-19ના કારણે લોકડાઉન લંબાવવામાં આવતા દારૂ નહી મળવાના કારણે સેનિટાઈઝરની પસંદગી કરી જેમાં કેટલીક નશીલી સામગ્રી હોય છે. મૃતકોમાં ત્રણ ભિખારી, રિક્શાચાલક અને અન્ય લોકો સામેલ છે.
પોલીસે જણાવ્યું કે ગુરુવારે રાત્રે મંદિરની પાસે બે ભિખારીઓના મોત થયા હતા. જેમાંથી એક ઘટનાસ્થળ પર મૃત મળી આવ્યો જ્યારે બીજાનું સરકારી હોસ્પિટલમાં મોત થયું છે. ત્રીજા વ્યક્તિને ગુરૂવારે રાત્રે દાર્સી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
તેમણે જણાવ્યું કે બીજા લોકો પણ સેનિટાઈઝર પીધા બાદ બીમાર પડ્યા છે, તેમની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ખતરાથી બહાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)