શોધખોળ કરો
જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં CRPFના કાફલા પર આતંકી હુમલો, એક જવાબ ગંભીર રીતે ઘાયલ
આ આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત સીઆરપીએફ જવાનને શૌર્ય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો પર આતંકી હુમલો થયો છે. શ્રીનગરના સફાકદલના નૂરબાગમાં સીઆરપીએફ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં સીઆરપીએફનો એક જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સીઆરપીએફ જવાનના બંન્ને પગ અને ડાબી આંખ પર ઇજા પહોંચી છે. આ આતંકી હુમલામાં ઇજાગ્રસ્ત સીઆરપીએફ જવાનને શૌર્ય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આતંકીઓની ઓળખ થઇ શકી નથી. નોંધનીય છે કે દક્ષિણ કાશ્મીરમાં 22 જાન્યુઆરીના રોજ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર મરાયો હતો. આતંકીની ઓળખ અબુ સૈફુલ્લા ઉર્ફ અબુ કાસિમ તરીકે થઇ હતી.
Before You Go
Surat | સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ટ્રેનમાં સવાર હતા





















