શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના નૌગામમાં આતંકીઓનો હુમલો, બે પોલીસ જવાન શહીદ
સમાચાર મળ્યા છે કે આતંકીઓએ આજે સવારે નૌગામ બાયપાસ પર પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા અને આમાંથી બે પોલીસકર્મી શહીદ થઇ ગયા હતા
જમ્મુઃ ગઇકાલે સ્વતંત્રતા દિવસના ઠીક પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે. આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના નૌગામમાં પોલીસ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો જેમાં બે પોલીસકર્મી શહીદ થઇ ગયા છે, અને એક જવાન ઘાયલ થયો છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને હાલ આતંકીને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
સમાચાર મળ્યા છે કે આતંકીઓએ આજે સવારે નૌગામ બાયપાસ પર પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા અને આમાંથી બે પોલીસકર્મી શહીદ થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, 12 ઓગસ્ટની રાત્રે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં પણ સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. માર્યા ગયેલા આતંકીની ઓળખ હિઝબૂલ મુઝાહિદ્દીનના ટૉપ કમાન્ડર આઝાદ લલહારી તરીકે થઇ હતી. આ અથડામણ દરમિયાન સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો.
9મી ઓગસ્ટની રાત્રે પણ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના શાહપુર, કિરની અને કૃષ્ણાઘાટીમાં કોઇપણ જાતના ઉકસાવા વિના ભારતીય ચોકીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. પાકિસ્તાની સેનાએ હલ્કા હથિયારો અને મોર્ટારથી ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion