શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે ફાયરિંગ, આતંકીનું ફાયરિંગમાં મોત, જવાનોએ આખો વિસ્તાર કોર્ડન કર્યો
જમ્મુ-કાશ્મીરમાં આતંકની વિરૂદ્ધ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. રાજૌરીના કાલાકોટના નિયારી વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું અને એક આતંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો
જમ્મુ-કાશ્મીરમાં આતંકની વિરૂદ્ધ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. રાજૌરીના કાલાકોટના નિયારી વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું અને એક આતંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આખા વિસ્તારને સુરક્ષદળોએ કોર્ડન કરી લીધો છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. આતંકી પાસે શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો.
દુનિયા ભલે કોરોનાનો સામનો કરી રહી હોય પણ પાકિસ્તાન હજુ પણ પોતાની હરકતોથી કરવાનું છોડતું નથી. પૂંછના કિરની સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાતે લગભગ 10:45 વાગે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. લાઈન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાને મોર્ટાગ ચલાવ્યા હતાં.
આ પહેલા ગુરૂવારે કાશ્મીરની ઘાટીમાં સક્રિય અલગ-અલગ આતંકી સંગઠનો દ્વાર જમ્મુના કિશ્તવાડ જિલ્લામાં આતંકને ફરીથી જીવતો કરવાની કોશિશને ઝટકો આપતાં સુરક્ષા દળોએ વિસ્તારમાં એક આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરી દીધો હતો. આ આતંકી ઠેકાણા પરથી સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો.
નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા જમ્મુના કિશ્તવાડ જિલ્લામાં આતંકને ફરીથી જીવતો કરવાની કોશિશમાં લાગેલા છે. સુરક્ષા દળોએ હાલમાં જ કિશ્તવાડ જિલ્લામાં ચલાવવામાં આવેલા આતંકી વિરોધી અભિયાનમાં ઘણાં આતંકીઓ અને તેમને મદદ કરનારને મોતને ઘાટ ઉતાર્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion