શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં એન્કાઉન્ટર ચાલુ, પૉસ્ટર બૉય સમીર ટાઇગર સહિત અનેક આતંકીઓને સેનાએ ઘેર્યા
જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં સુરક્ષાદળો અને પોલીસનું મોટો ઓપરેશન ચાલી રહ્યુ છે. અહીં દ્રાવગામ ગામમાં સુરક્ષાદળોએ આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના ટૉપ કમાન્ડર સમીર ટાઇગરને ઘેરી લીધો છે. જોકે પોલીસે આની સ્પષ્ટતા નથી કરી.
ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યા બાદ સેના, એસઓજી, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે સોમવારે સવારે એરિયાની ઘેરાબંદી કરવાનું શરૂ કરી દીધી. પોતાને ઘેરાતા જોતા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું, તે બાદ જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.
માહિતી પ્રમાણે, એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે, જ્યારે એક નાગરિકને પણ ઘાયલ થવાના સમાચાર છે. એન્કાઉન્ટર દરમિયાન પથ્થરબાજી પણ થઇ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસના આઇજીએ કહ્યું કે, અત્યાર સુધી સમીર ટાઇગરના સંતાવવા હોવાની પુરતી માહિતી નથી. તેમને જણાવ્યું કે આ એન્કાઉન્ટર સાઇટ પર ભીડ એકઠી કરવા આ અફવા ફેલાવવામાં આવી છે.
સુરક્ષાદળોએ જે આતંકવાદીઓને ઘેર્યા છે, જેમાં ટૉપ કમાન્ડર સમીર ટાઇગર અને તેના બે સાથી સામેલ છે. સમીર ટાઇગર 2016 માં હિઝબુલ મઝાહિદ્દીનમાં સામેલ થયો હતો. સમીર પુલવામાંનો રહેવાસી છે અને હિઝબુલના કેટલાય હુમલામાં સામેલ થઇ ચૂક્યો છે. બુરહાન વાની બાદ સમીર કશ્મીરના પૉસ્ટર બૉયના રૂપે રજૂ કરવામાં આવ્યો છે. સમીરે આતંકી વસીમના જનાજામાં સામેલ થઇને ફાયરિંગ પણ કરી હતી.
રવિવારે સમીર ટાઇગરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે એક સ્થાનિક યુવાને સાથે પુછપરછ કરતો જોવા મળી રહ્યો હતો. સમીર આ વીડિયોમાં કથિત મુખબિરને પુછી રહ્યો છે કે કોન-કોન સુરક્ષાદળોને માહિતી આપે છે. આ વીડિયોના થોડાક કલાક બાદ જ સોમવારે સવારે સુરક્ષાદળોએ સમીર ટાઇગરને પુલવામામાં દ્રાવગામમાં ઘેરી લીધો છે, જ્યાં એન્કાઉન્ટર ચાલુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
દેશ
સમાચાર
Advertisement