J&K News: જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આતંકવાદીઓએ પોલીસ અધિકારીની કરી હત્યા
આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં એક પોલીસ અધિકારી ની ગોળી મારીને હત્યા કરી હતી
Jammu Kashmir Police Killed By Terrorist: આતંકવાદીઓએ શનિવારે જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) ની ગોળી મારીને હત્યા કરી હતી જ્યારે તેના ભાઈ પર પણ ફાયરિંગ કર્યું હતું જેમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ શનિવારે રાત્રે લગભગ 8.35 વાગ્યે ગોળીબાર કર્યો અને બડગામના ચાડબુગ ખાતેના તેમના નિવાસસ્થાન નજીક એસપીઓ ઈશફાક અહેમદને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
Jammu & Kashmir | A Special Police Officer (SPO) shot at and injured by terrorists in the Chattabugh area of Budgam, his brother was also injured; they've been shifted to a hospital. Security forces cordoned off the area. Further details awaited: Police
— ANI (@ANI) March 26, 2022
તેમણે કહ્યું કે ફાયરિંગમાં અહેમદના ભાઈ ઉમર જાનને પણ ગોળીઓ વાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને ભાઈઓને બેમિનાની SKIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં અહેમદનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે ઓમરની સારવાર ચાલી રહી છે અને હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને અનેક રાજકીય પક્ષોના નેતાઓએ SPOની હત્યાની નિંદા કરી હતી. સિન્હાએ ટ્વિટર પર લખ્યું, “હું SPO ઈશફાક અહેમદ અને તેમના ભાઈ ઉમર જાન પર આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. શહીદ થયેલા ઈશ્ફાકને શ્રદ્ધાંજલિ અને ઉમરના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના."
નેશનલ કોન્ફરન્સે ટ્વિટ કર્યું હતું કે અમે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચાડબુગ ગામમાં SPAO ઈશફાક અહેમદની કાયરતાપૂર્ણ હત્યાની સખત નિંદા કરીએ છીએ. તેમના પ્રિયજનો અને J&K પોલીસ પ્રત્યે અમારી સંવેદના. હુમલામાં ઘાયલ થયેલા તેના ભાઈ ઉમરના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના.
જમ્મુ-કાશ્મીર ભાજપે ઘટનાની નિંદા કરી
'અપની પાર્ટી'ના પ્રમુખ અલ્તાફ બુખારીએ કહ્યું કે આપણા સમાજમાં આવી હિંસાને કોઈ સ્થાન નથી. “અમે બડગામમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના એસપીઓ ઈશફાક અહેમદ અને તેમના નાના ભાઈ પરના કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમે આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારની સાથે ઉભા છીએ.
જમ્મુ કાશ્મીર ભાજપે ઘટનાની સખત નિંદા કરી છે. પાર્ટીના મહાસચિવ (સંગઠન) અશોક કૌલે કહ્યું, "આ આતંકવાદીઓની નિરાશા છે. હવે તેઓ સમજી ગયા છે કે તેમની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. નિર્દોષનું લોહી વહાવીને કંઈ જ નહીં મળે. આ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ છે."