શોધખોળ કરો
ભારતને વેંટિલેટર દાન કરવાના ટ્રમ્પના ફેંસલાને લઈ PM મોદીએ શું કહ્યું ? જાણો વિગત
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, અમેરિકા ભારતને વેંટિલેટરનું દાન કરશે તે જાહેરાત કરીને મને ગર્વ થાય છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે અમેરિકાએ ભારતને વેંટિલેટર દાન કરવાના અમેરિકાના ફેંસલાને લઈ પ્રધાનમંત્રી મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે. ઉપરાંત કહ્યું કે બંને દેશો કોરોના જેવી મહામારીને સાતે મળીને હરાવશે. આ પહેલા ટ્રમ્પે ભારતને વેંટિલેટર દાન કરવાની જાહેરાત કરીને મોદીને સારા મિત્ર ગણાવ્યા હતા.
પીએમ મોદી ટ્વિટ કરીને લખ્યું, તમારો આભાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ, આ મહામારી સામે આપણે બધા લડી રહ્યા છીએ. આ સ્થિતિમાં આપણે બધા દેશો સાથે મળીને કામ કરીએ તે જરૂરી છે. ભારત અને અમેરિકાની દોસ્તી વધારે મજબૂત થશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, અમેરિકા ભારતને વેંટિલેટરનું દાન કરશે તે જાહેરાત કરીને મને ગર્વ અનુભવ થાય છે. આ મહામારી દરમિયાન અમે ભારત અને નરેન્દ્ર મોદી સાથે ઉભા છીએ. અમે રસી બનાવવાનું પણ કામ કરી રહ્યા છીએ. સાથે મળીને અમે અદ્રશ્ય દુશ્મનને હરાવી દઈશું.
ટ્રમ્પે પત્રકારોને કહ્યું, ચાલુ વર્ષના અંત સુધી કોરોના વાયરસની રસી વિકસિત થવાની સંભાવના છે. હું થોડા સમય પહેલા જ ભારતથી પરત ફર્યો છું અને અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો છે અને તમે જે લોકો અંગે વાત કરી રહ્યા છો તેમાંથી અનેક લોકો રસી વિકસિત કરવામાં લાગ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ટેકનોલોજી
સુરત
Advertisement