શોધખોળ કરો
Advertisement
અમિત શાહ કોરોનાની સારવાર માટે AIIMSના બદલે પાડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલમાં કેમ દાખલ થયા ? કોણે ઉઠાવ્યો આ સવાલ ?
55 વર્ષીય અમિત શાહને રવિવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને ગુડગાંવ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કોરોના પોઝિટિવ આવેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા પર સવાલ ઉઠાવ્યા છે. થરૂરે કહ્યું કે, ‘સાર્વજનિક સંસ્થાઓને શક્તિશાળી કવાની જરૂર છે કારણ કે એ લોકોના વિશ્વાસને પ્રેરિત કરે છે.’ સૂત્રો અનુસાર, 55 વર્ષીય અમિત શાહને રવિવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને ગુડગાંવ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે એક ટ્વીટમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તેમનું સ્વાસ્થય ઠીક છે. પરંતુ તેમણે ડોક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાછે. તેમણે એ પણ કહ્યું કે, છેલ્લા થોડા દિવસમાં તેમના સંપર્કમાં આવેલ લોકો આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવી લે.
કોંગ્રેસ નેતા શશિ થરૂરે ગૃહ મંત્રી શાહના ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા પર સવાલ ઉઠાવતા સવાલ કર્યો છે કે, તેઓ (શાહ) દિલ્હીની મુખ્ય હોસ્પિટલ AIIMS માં દાખલ કેમ ન થયા. થરૂરે ટ્વીટમાં લખ્યું, “આશ્ચર્ય છે કે બીમાર હોવા પર અમારા ગૃહ મંત્રીએ એમ્સ (AIIMS) નહીં પણ પાડોશી રાજ્યની એક ખાનગી હોસ્પિટલની પસંદગી કેમ કરી? જાહેર સંસ્થાઓને લોકોનો આત્મવિશ્વાસ મેળવવા માટે શક્તિશાળી સંસ્થાઓને સંરક્ષણ આપવાની જરૂરત છે.
નોંધનીય છે કે, દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે અનેક રાજનેતા પણ કોરોના વાયરસથી ઝપેટમાં આવી ગયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને મધ્યપ્રેદશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ભારતમાં કોરોના વાયરસા કેસોની સંખ્યા 18 લાખના આંકડાને પાર કરી ગઈ છે. તેમાં એક્ટિવ કેસોની સંખઅયા 5.79 લાખની આસપાસ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ હાલમાં કોરોના વાયરસથી સૌતી વધારે પ્રભાવિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion