(Source: ECI/ABP News/ABP Majha)
West Bengal Governer: શું મુખ્તાર અબ્બાસ નકવી બન્યા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ? બીજેપી સાંસદના ટ્વીટથી રાજકારણ ગરમાયું
ભાજપ સાંસદ હંસરાજ હંસના એક ટ્વીટથી રાજકારણ ગરમાયું છે. શું મુખ્તાર અબ્બાસ નકવીને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે? કોઈપણ સત્તાવાર જાહેરાત પહેલા બીજેપી સાંસદે તેના વિશે ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે.
West Bengal Governer: ભાજપ સાંસદ હંસરાજ હંસના એક ટ્વીટથી રાજકારણ ગરમાયું છે. શું મુખ્તાર અબ્બાસ નકવીને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે? કોઈપણ સત્તાવાર જાહેરાત પહેલા બીજેપી સાંસદે તેના વિશે ટ્વિટ કરતા રાજકારણ ગરમાયું છે. ભાજપના સાંસદે સૌથી પહેલા મુખ્તાર અબ્બાસ નકવીને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ થોડી જ વારમાં આ ટ્વીટ ડિલીટ કરી દીધુ હતું.
આ પહેલા નકવીનું નામ પણ રાષ્ટ્રપતિની રેસમાં હતું
તમને જણાવી દઈએ કે બંગાળના વર્તમાન રાજ્યપાલ જગદીપ ધનખડને NDA દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તેમનું પદ ખાલી થયા બાદ કોઈએ તેમની જગ્યા લેવી પડશે. આવી સ્થિતિમાં મુખ્તાર અબ્બાસ નકવીનું નામ મોખરે છે. આ પહેલા નકવીનું નામ પણ રાષ્ટ્રપતિની રેસમાં હતું. પરંતુ એનડીએએ પોતાના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુને નોમિનેટ કર્યા હતા.
જગદીપ ધનખડે બંગાળના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધું છે
બીજેપી સાંસદ હંસરાજ હંસએ લખ્યું, કેન્દ્ર સરકાર દ્વારા મુખ્તાર અબ્બાસ નકવીને બંગાળના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવા બદલ અભિનંદન. થોડા સમય બાદ હંસરાજ હંસએ આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે જગદીપ ધનખડે બંગાળના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને આ રાજીનામું સ્વીકારી પમ લેવામાં આવ્યું છે. મણિપુરના રાજ્યપાલ લા ગણેશનને હાલમાં બંગાળનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો...