શોધખોળ કરો

BLOG: કોરોના કાળમાં વતન પરત ફરીને કામદારો કેવી વસંત લાવશે

ભારત લોકડાઉન લાગુ કરવામાં ન માત્ર અનોખો દેશ છે પરંતુ તેને બે મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. જેની સૌથી અનોખી વાત એ છે કે માત્ર ચાર કલાકની નોટિસમાં દેશમાં તેને લાગુ કરી દેવામાં આવ્યું હતું.

ભારત અને વિશ્વભરમાં સદીઓથી સ્કૂલમાં શિક્ષકોને બાળકોને આમ-તેમ ભાગવાથી રોકવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સેંકડો મનોવૈજ્ઞાનિક સ્કૂલમાં બાળકોના તુલનાત્મક રીતે ખરાબ પ્રદર્શન અને ઔપચારિક શિક્ષણ પ્રત્યે તિરસ્કારની વ્યાખ્યા કરતાં કહે છે કે બાળકો અને ખાસ કરીને છોકરા પ્રાકૃતિક રીતે બેચેન હોય છે.  આવી વ્યાખ્યાઓનું જે મહત્વ હોય એક વાત નિર્વિવાદીત સત્ય છે કે  સ્કૂલના બાળકો પર એક વાત ઠોકી બેસાડવામાં આવે છેઃ 'એક જગ્યાએ બેઠા રહો હલતા નહી.' આ ફોર્મુલાને અપનાવતા ભારતે સરકારે તેને રાષ્ટ્રીય કાનૂન બનાવી દીધો અને બે મહિના પહેલા કોવિડ-19ના ફેલાવાને રોકવા દેશભરમાં લોકડાઉન જાહેર કરી દીધું. નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપ સરકાર, જેના શાસનકાળના છ વર્ષ પૂરા થઈ રહ્યા છે, જેના ભારતમાં લગભગ દરેક લોકો ટેવાઈ ચુક્યા છે, મનમરજીથી કામ કરે છે અને લોકો પાલન કરશે તેવી અપેક્ષા રાખે છે અને વિચારે છે કે લોકો આ વિચારનું સમર્થન કરશે કે સ્વેચ્છાથી કામ કરતી સરકાર જ શ્રેષ્ઠ છે. કેટલાક લોકો કહેશે તે લોકડાઉન લાગુ કરનારો એકલો દેશ નહોતો પરંતુ લગભગ દરેક ટિકાકાર જે વિશ્વભરમાં થઈ રહેલી ઘટનાઓ પર નજર રાખી રહ્યા છે તે આ વાત સાથે સહમત હશે કે ગણ્યા ગાંઠ્યા દેશોએ જ ભારતે કર્યુ તેવું કડક લોકડાઉન લાગુ કર્યુ હશે. ભારત લોકડાઉન લાગુ કરવામાં ન માત્ર અનોખો દેશ છે પરંતુ તેને બે મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. જેની સૌથી અનોખી વાત એ છે કે માત્ર ચાર કલાકની નોટિસમાં દેશમાં તેને લાગુ કરી દેવામાં આવ્યું હતું. એકતરફ ફેંસલાના નિયમની પટકથા નવેમ્બર 2016માં લખવામાં આવી હતી, જ્યારે આ રીતના વિનાશકારી ફેંસલામાં પ્રધાનમંત્રી મોદીએ એક રાતે અચાનક નોટબંધી લાગુ કરી દીધી અને સરકારે ફેંસલો કરીને 500 અને 1000 રૂપિયાની મોટી નોટ એક ઝટકામાં બંધ કરી દીધી. જોકે કેટલાક સપ્તાહ સુધીની નિયત મર્યાદામાં તેને બેંકની અંદર જમા કરાવી શકાતી હતી અને તેના બદલામાં નવી નોટ લઈ શકાતી હતી. તેને માસ્ટરસ્ટ્રોક માનવામાં આવ્યો, જે બ્લેકમની કે ભ્રષ્ટ અર્થતંત્રને ખતમ કરવા અને આતંકવાદીઓ તથા બેઈમાન કારોબારીઓને રોકડનો પુરવઠો રોકવાના ઈરાદે કરવામાં આવી હતી, જે પૂરી રીતે નિષ્ફળ રહ્યું. દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંકે 2018માં તેના રિપોર્ટમાં જણાવ્યું કે, નોટબંધી કરવામાં આવેલી 99.3 ટકા નોટ બેંકમાં જમા થઈ હતી. તેનાથી પણ જરૂરી વાત એ છે કે તેનો આર્થિક અને સામાજિક માર, ખાસ કરીને અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાં લાગે અને પૂરી રીતે રોકડની અર્થવ્યવસ્થામાં કામ કરતા હતા તેવા કરોડો લોકો પર પડ્યો. તેમની હાલતનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. કદાચ આપણે કહી શકીએ કે, પ્રધાનમંત્રી દેશવાસીઓને આશ્ચર્યચકિત કરવાનું પસંદ કરે છે. પરંતુ આ બધુ તેમની અને તેમના સલાહકારો પર હોય છે. ખાસ કરીને તેમાંથી કોઈપણ ઈતિહાસમાંથી પદાર્થપાઠ લેવાનું પસંદ નથી કરતા.  જોકે તેમના મંત્રીમંડળમાંથી કોઈએ પણ એવો અંદાજ નહોતો લગાવ્યો કે લાખો કરોડો ભારતીય તેમની આ ફોર્મુલાનું પાલન કરવા તૈયાર નહીં થાય. જે તેમને કહેવામાં આવ્યું હતું: 'એક જગ્યાએ બેઠા રહો, હલતા નહીં.' વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસ મહામારીમાં આપણી સામે એવી તસવીર રજૂ કરી છે, જે હંમેશા માટે દિમાગમાં નોંધાઈ ગઈ છે. મોટા શહેરોમાં સન્નાટો છવાયેલો છે, તળાવ, નદી હવે વ્યક્તિના કચરાની પ્રદૂષિત થતાં નથી અને આકાશમાં ફરીથી પક્ષીઓનો કબજો થઈ ગયો છે. પરંતુ તેમાં શંકા છે કે મહામારીમાં એક વધારે જીવંત અને વિચલિત કરનારી તસવીરમાં, મોદીએ 25 માર્ચના રોજ લોકડાઉન-1ની જાહેરાત કર્યા બાદ મોટા પાયે લોકોનો ટોળા સડકો પર જતા જોવા મળ્યા હતા. દેશ અચાનક બંધ થઈ ગયો હતો પરંતુ ભારતમાં તેનો મતલબ વિશ્વના મોટાભાગના બીજા હિસ્સાથી અલગ હતો. તમામ મહાનગરોમાં અને મોટાભાગના નાના શહેરોમાં નોકરી કરતાં પુરુષ અને મહિલાઓ ગામડામાંથી શહેરમાં એક સારા જીવનનાં સપના લઈને આવ્યા હતા. નોકરાણીઓ અને ઘરોની દેખરેખ રાખતી મહિલાઓને શરમજનક રીતે હાલમાં પણ નોકર કહેવામાં આવે છે, જેમને આલીશાન કોઠિ કે એપાર્ટમેન્ટના સર્વન્ટ ક્વાર્ટરમાં રાખવામાં આવે છે. પરંતુ તેમાં મોટી સંખ્યામાં દાડિયા છે. આ વાત ડ્રાઇવર, ગાર્ડ, રસોઈયા, નોકર, ડિલીવરી બોય, કન્સ્ટ્રક્શન વર્કર્સ અને વિવિધ ટ્રેડસમાં કામ કરનારા પર પણ લાગુ થાય છે. ફેક્ટરી વર્કર અને કન્સ્ટ્રક્શન લેબર મોટાભાગે વર્ક સાઇટ પર જ ઉંઘે છે, જ્યારે કારખાનાને લોકડાઉનના કારણે બંધ કરવામાં આવ્યો તો રાતોરાતો લાખો લોકોના માથા પરથી આશરો છીનવાઈ ગયો. ભારતમાં પ્રવાસી કામદોરની સંખ્યા આશરે 40 કરોડ છે. લોકડાઉને તેમને રોજગારી વગરના કરી દીધા અને મોટાભાગના લોકો આશ્રય વગરના થઈ ગયા. તેથી તેમણે તેવું કર્યુ જે ભારતીયો સમય સમય પર કરે છે- શહેર છોડી દો અને ગામ પરત ફરો. મોહનદાસ ગાંધી જે રાષ્ટ્રની નાડ પારખતા હતા, જોકે ઘણા લોકો સમજતા હતા કે તેઓ વૃદ્ધ થઈ ગયા છે અને ભારતના 'આધુનિક' રાષ્ટ્રના રૂપમાં અડચણ તરીકે જોવા લાગ્યા હતા. ગાંધી વારંવાર કહેતા હતા કે ભારત તેના 50 લાખ ગામડામાં વસે છે. અંધવિશ્વાસ અને પછાતપણાથી જકડાયેલા ગામડાની પ્રશંસા પર તેમની મજાક ઉડાવવામાં આવી હતી પરંતુ ગાંધીનો હેત લાખો ભારતીય સાથે હતો, જેમણે છેલ્લા બે મહિનામાં પગપાળા ટાલીને ગામડાની વાપસીની સફર કરી હતી. જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સુંદરલાલ બહુગુણાએ આશરે 35 વર્ષ પહેલા ગઢવાલના પહાડોમાં તેમના આશ્રમની એક યાદગાર યાત્રા અંગે મને કહ્યું હતું- ભારતનો આત્મા તેના ગામડામાં છે. ગામ તે છે જ્યાં ઘરે છે, જે આત્માની જરૂરિયાતો સાથે જોડે છે. ભારત અને સાથે સમગ્ર વિશ્વમાં, હકીકતમાં અંતરિયાળ વિસ્તારોમાંથી લાંબા પ્રવાસનની સેંકડો કહાનીઓ સાક્ષી રહી છે. પ્રવાસી કામદાર પહેલા બસ ડેપો અને ટ્રેન સ્ટેશનો પર એકઠા થયા, પરંતુ કેન્દ્ર સરકારે તમામ પરિવહન સેવાઓ સ્થગિત કરી દીધી હતી. તેમની પાસે પગપાળા ચાલવા સિવાય કોઈ વિકલ્પ નહોતો અને તેઓ ચાલતા ગયા. કેટલાક 50 કિલોમીટર તો અમુક 500 કિલોમીટર સુધી, ક્યારેક ક્યારેક દિવસભરમાં 50 કિલોમીટર, રસ્તામાં કંઈ પણ ખાધા પીધા વગર. કેટલાક લોકો સડકો પર જ મરી ગયા, અમુકને ટ્રકે કચડી નાંખ્યા. જે ગ્લેમરસથી ઓછું નહોતું.  નાની સિનાત્રાની રચના જેવું પણ કંઈ નહોતું- "યે જૂતે ચલને કે લિયે બને હૈ ઔર સિર્ફ યહી કામ કરેંગે. એક દિન યહી જૂતે આપકો રૌંદેગે." ભારતના પ્રવાસી મજૂરો પાસે જૂતા ખરીદવાની પણ ક્ષમતા નથી, કેટલાક પાસે જૂતા-ચપ્પલ નથી. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તેમને કચડી નાંખવામાં આવ્યા છે. એવા અનેક અહેવાલ છે કે જેમાં દેશના નેતાઓ શરમથી ડૂબી મરવું જોઈએ. તેમાંથી એક ઉદાહરણ શ્રમિકોને ડિસઈંફેક્ટ કરવા માટે તેમના પર કીડા-મકોડાની જેમ દવાનો સ્પ્રે કરવામાં આવ્યો હતો. જુગાડ પર ચાલતી જાતિ આધારિત ભારતીય સંશોધકોની પ્રતિભાએ હંમેશાની જેમ દેશમાં પ્રદૂષણના નવા મુદ્દા શોધી લેશે. ભારતના લોકોના લાંબો ઈતિહાસ છે. જેમના પર કર લાદવા, રાજ્યની અન્યાયપૂર્ણ નીતિઓ કે એક શાસકની સાથે સાથે પ્લેગ, મહામારી કે અન્ય અસામાન્ય બીમારીના ડરથી મોટા પાયે પલાયન કર્યુ છે. જેમકે અનેક ઈતિહાસકારોએ ઉલ્લેખ કર્યો છે કે મોગલકાળમાં ભારતમાં લોકો તેમનો જીવ બચાવવાના અંતિમ ઉપાય તરીકે સ્થળાંતર કર્યુ છે. આઉપરાંત ભારતમાં પ્લેગ અને બીજી મહામારીનો ઈતિહાસ પ્રવાસનની સાથે અતૂટ રીતે જોડાયેલો છે. 1986માં બ્યૂબોનિક પ્લેગના પ્રથમ કાળે ભારતને હચમચાવી દીધું અને તે આશરે 10 વર્ષ સુધી રહ્યું અને દર વર્ષે વધારે જીવ લેતું રહ્યું. સ્પેટમ્બરમાં બોમ્બે ગંભીર રીતે તેની ઝપેટમાં આવી ગયું અને 1897 સુધી બોમ્બેની લગભગ અડધી વસતી ગ્રામીણ વિસ્તારોમાં જતી રહી. 1994મા સૂરત પ્લેગની ઝપેટમાં આવ્યું હતું અને ભારતમાં ન્યૂયોર્ક ટાઇમ્સના સંવાદદાતા જોન એફ બર્ન્સે પ્લેગ પર તેમના રિપોર્ટમાં લખ્યું કે, જીવલેણ પ્લેગથી બચવા હજારો ભારતીય શહેર છોડી જતા રહ્યા. (24 સપ્ટેમ્બર 1994). પ્લેગના પ્રકોપ બાદ ડોક્ટરોએ હાલના દાયકાને વિશ્વમાં સૌથી ગંભીર ગણાવ્યો. થોડા વર્ષો બાદ ઈતિહાસકાર ફ્રેંક સ્નોડેને તેમના પુસ્તર એપિડેમિક્સ એન્ડ સોસાયટીમાં આ અંગે લખ્યું- ઔદ્યોગિક શહેર સુરતમાંથી લાખો લોકોનું પલાયન બાઇબલમાં વર્ણિત પલાયન જેવું હતું. ભારત સરકારે આમાં પણ કોઈ અંદાજ લગાવ્યો નહોતો અથવા જો અંદાજ લગાવ્યો હતો તો આપણે માત્ર એટલું માની શકીએ કે દેશમાં મોટી સંખ્યામાં લોકોને થયેલી તકલીફ જનાદેશનો હિસ્સો છે, જેને ભારતીયોએ સ્વીકારવો પડશે. મતપેટીના માધ્યમથી સરકારે સત્તા સોંપવાના પરિણામો પૈકીનું એક છે. એવા રાજનેતાએ માટે જે પાયાગત રીતે અભણ છે, તેઓ દેશના નાગરિકો કે જેમણ વિદેશમાં ભારતની છબિ સુધારવામાં મદદ કરી છે તેવા લોકો સાથે ભેદભાવભર્યુ વર્તન કરે છે. વર્તમાન સમયમાં પ્રવાસનમાં રાષ્ટ્રીય ઇતિહાસ પણ બની રહ્યો છે. આઝાદી બાદ સામજિક દ્રષ્ટિકોણથી ઓછામાં ઓછા 1990ના દાયકા સુધી કમર્શિયલ હિન્દી ફિલ્મોની કેન્દ્રીય વિષયવસ્તુના રૂપમાં ગામડાથી શહેરોના પલાયનમાં લગભગ કંઈ નથી બદલ્યું. હકીકતમાં કોઈ સાચી રીતે નથી કહેતા કે મહામારી બાદનું ભવિષ્ય કેવું હશે ? પરંતુ ભારતમાં મહામારીએ જે રિવર્સ માઇગ્રેશવન કર્યુ છે તેનાથી આશા રાખી શકાય કે તે ગામડાની કિસ્મત બદલવામાં કોઈ ભૂમિકાભજવશે. પ્રવાસીઓની તેમની ગામ વાપસીથી તેમના આત્મા અને રાષ્ટ્રના આત્માનું મિલન થઈ જાય તેવી આશા છે. લેખકઃ વિનય લાલ (નોંધઃ ઉપરોક્ત વ્યકત કરવામાં આવેલા વિચાર લેખકના વ્યક્તિગત વિચાર છે. તેની સાથે એબીપી ન્યૂઝ ગ્રુપ સહમત હોય તે જરૂરી નથી. આ લેખ સાથે સંકળાયેલા તમામ દાવા માટે માત્ર લેખક જ જવાબદાર છે.)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget