કોવિડના દર્દીએ ઝડપી રિકવરી માટે કેવું લેવું જોઇએ ડાયટ? ન્યુટ્રિશનિસ્ટે તૈયાર કરેલા આ ડાયટ પ્લાનને અનુસરો
કોવિડના દર્દીએ ઝડપી રિકવરી માટે વિટામિન, મિનરલ, પ્રોટીનથી ભરપૂર ડાયટ લેવું જોઇએ, ચાલો જાણીએ કોવિડના દર્દીનો ડાયટ ચાર્ટ કેવો હોવો જાઇએ
પોષ્ટિક સંતુલિત આહાર કોવિડના વાયરસના સંક્રમણને રોકી શકતું નથી પરંતુ તેમ છતાં પણ આપણી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવા માટે વાયરસ પહેલા, દરમિયાન અને બાદ પોષ્ટિક આહાર લેવો જરૂરી છે. જો ઇમ્યૂન સિસ્ટમ મજબૂત હશે તો કોવિડ વાયરસ આપને નુકસાન નહીં પહોંચાડી શકે. ઇમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવા માટેની પહેલી શરત છે પ્રોપર ડાયટ. કોવિડના પેશન્ટ માટે પણ ઝડપી રિકવરી માટે પ્રોટીનયુક્ત પૌષ્ટીક આહાર આપવો જરૂરી છે. પ્રોટીન વિટામિન અને મિનરલ્સયુક્ત ડાયટ ઝડપી રિકવરી માટે મદદરૂપ થાય છે.
કોવિડમાં ટેસ્ટ અને સ્મેલની ક્ષમતા જતી રહેતી હોવાથી આ વસ્તુ દર્દીની ડાયટ પર સીધી અસર કરે છે. આ કારણે દર્દી ખાવાનું અવોઇડ કરે છે. હેવી મિડિસિના ડોઝના કારણે પણ વોમિટિંગ ફિલિગ્સ થાય છે અને દર્દી ખાવાનું અવોડઇ કરે છે. સ્થિતિમાં કેવો ડાયટ પ્લાન આપને મદદરૂપ થશે જાણીએ..
નાસ્તો કેવો હોવો જોઇએ
કોવિડના દર્દીએ સાજા થયા બાદ સવારની શરૂઆત પાંચ રાત્રે પાણીમાં પલાળેલી બદામથી કરવી જોઇએ. ત્યાબાદ બદામ મિલ્ક લેવું જોઇએ. નાસ્તામાં ઓટ્સ લઇ શકાય. જો આપ નોનવેજ લેતા હો તો એક એગ પણ લઇ શકાય
નાસ્તા અને લંચના વચ્ચેના સમયમાં આપ ફ્રૂટ જ્યુસ અથવા કોકોનટ વોટર લઇ શકો છો.
લંચમાં શું લેશો
કોવિડથી રિકવર થયેલા દર્દીનું લંચ વિટામીન, પ્રોટીન, મિનરલથી ભરપૂર હોવું જોઇએ. લંચમાં બે સિઝનલ સબ્જીને સામેલ કરો,. ઉપરાંત કોઇ પણ એક કઠોળ રાખો, મગ, તુવેર કોઇ પણ દાળ લઇ શકાય. બ્રાઉન રાઇસ અને રોટલીને સામેલ કરો.
લંચ અને ડિનર વચ્ચેના સમયમાં સિઝનલ બે ફળ ખાવાનો આગ્રહ રાખો. વિટામીન સી ભરપૂર એવા ફ્રૂટને પ્રીફર કરો. દ્રાક્ષ, સંતરા, કિવિ લઇ શકાય. લંચ અને ડિનર વચ્ચેના સમયમાં હળદરવાળું દૂધ કે આદુવાળી ચા લઇ શકાય.
ડિનર ક્યારે અને કેવું લેવું?
રાત્રે ઊંધ્યાના 3થી 4 કલાક પહેલા જ ડિનર લઇ લેવું જોઇએ. ડીનર હાઇ પ્રોટીનયુક્ત પદાર્થ ભરપૂર હોવું જોઇએ. ડીનરમાં મોરિંગા સૂપ, ગ્રીલ ફિશ, સ્વીટ પોટેટો, બ્રોકલી કટલેટ, ઇન્ડિયન સિઝનલ સબ્જી સાથે લઇ શકો છો. બધા જ પોષકતત્વને સારી રીતે પચાવવા માટે જંક ફૂડ, પ્રિઝર્વ ફૂડ, પેકેડ ફૂડ અને બેકરી ફૂડને અવોઇડ કરવી જોઇએ,