દેશના આરોગ્ય મંત્રાલયે કોરોના પોઝિટીવ દર્દીઓની મોટી સર્જરી મુદ્દે શું કરી મોટી સ્પષ્ટતા? જાણો મોટા સમાચાર
હાલના ડેટા સૂચવે છે કે અગાઉના કોવિડ ઉછાળા દરમિયાન પુરાવાથી વિપરીત, વર્તમાન વેરિઅન્ટમાં ક્રિટિકલ સર્જરી સલામત છે અને કોવિડ પોઝિટિવ દર્દીઓમાં કોમ્પ્લિકેશન અથવા મૃત્યુની શક્યતા ઓછી છે.
નવી દિલ્લીઃ દેશમાં ફરી એકવાર કોરોનાની ગતિ ધીમી પડી રહી છે, ત્યારે દેશના લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. દેશના 16 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશના 100 ટકા લોકોએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. જ્યારે 4 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ 96-99% વચ્ચે પહેલો ડોઝ આપી દીધો છે, તેમ આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે. દેશના 34 રાજ્યોમાં નવા કેસ અને સકારાત્મકતા દરમાં ઘટાડો નોંધાયો છે. કેરળ અને મિઝોરમમાં કેસોની સંખ્યામાં વધારો અને સકારાત્મકતા જોવા મળી રહી છે, તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
The present data indicates that unlike evidence during earlier Covid surge, with the current variant surgery is safe & not associated with higher chances of complications or deaths in Covid positive patients. These patients who need surgery need not be denied it: Health Ministry pic.twitter.com/a2Rl7qPMS7
— ANI (@ANI) February 3, 2022
આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલના ડેટા સૂચવે છે કે અગાઉના કોવિડ ઉછાળા દરમિયાન પુરાવાથી વિપરીત, વર્તમાન વેરિઅન્ટમાં ક્રિટિકલ સર્જરી સલામત છે અને કોવિડ પોઝિટિવ દર્દીઓમાં કોમ્પ્લિકેશન અથવા મૃત્યુની શક્યતા ઓછી છે. આ દર્દીઓ જેમને શસ્ત્રક્રિયાની જરૂર છે તેમને નકારવાની જરૂર નથી, તેમ આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ અંગે વધુ વાત કરીએ તો, ડેલ્ટા વેરિયન્ટ સમયે મોટી સર્જરી દરમિયાન જે મોત કે કોમ્પ્લીકેશનની શક્યતાઓ હતી, તે આ વેરિયન્ટમાં જોવા નથી મળી. જેને કારણે આરોગ્ય મંત્રાલયે આવી સર્જરી ન રોકવા ભલામણ કરી છે.
Coronavirus Cases Today in India: ગઈકાલની તુલનામાં આજે દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક લાખ 72 હજાર 433 નવા કેસ નોંધાયા છે અને 1008 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના 6.8 ટકા વધુ કેસ સામે આવ્યા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
એક્ટિવ કેસ ઘટીને 15 લાખ 33 હજાર 921 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 15 લાખ 33 હજાર 921 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 98 હજાર 983 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે બે લાખ 81 હજાર 109 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 97 લાખ 70 હજાર 414 લોકો ચેપ મુક્ત થઈ ગયા
કર્ણાટક-તામિલનાડુમાં કોરોનાનો કહેર
જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં 20 હજાર 505 નવા કેસ સામે આવ્યા છે અને 40 હજાર 903 દર્દીઓ સાજા થયા છે. તે જ સમયે, 81 દર્દીઓના મોત થયા હતા. હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા એક લાખ 77 હજાર 244 છે. બીજી તરફ, તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં 14 હજાર 13 નવા કેસ નોંધાયા છે અને 24 હજાર 576 દર્દીઓ સાજા થયા છે. અહીં 37 દર્દીઓના મોત થયા છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા એક લાખ 77 હજાર 999 છે.