શોધખોળ કરો
Advertisement
ઉત્તર પ્રદેશ: લગ્ન પ્રસંગમાં ડાન્સરે અચાનક ડાન્સ બંધ કરી દેતાં ગોળીનો થયો વરસાદ, ડાન્સરના શું થયા હાલ? જાણો વિગત
લગ્નમાં યુવતીઓનો ડાન્સ ચાલતો હતો ત્યારે ગ્રામ પ્રધાનના સંબંધીએ ડાંસ અંગે વિવાદ સર્જ્યો બાદમાં ફાયરિંગ કર્યું. જેમાં એક ડાન્સર ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક ગામના પ્રધાનના પુત્રીના લગ્ન દરમિયાન ડાન્સ અંગે વિવાદ સર્જાયો હતો ત્યાર બાદ એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તમાં ડાન્સર હિના પણ છે. ડાન્સર હિનાને ચહેરા ઉપર ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે લખનઉની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ફાયરિંગની આ ઘટના ચિત્રકૂટના ટિકરા ગામમાં બની હતી. અહીં એક લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં યુવતીઓનો ડાન્સ ચાલતો હતો ત્યારે ગ્રામ પ્રધાનના સંબંધીએ ડાંસ અંગે વિવાદ સર્જાયો હતો ત્યાર બાદ આ કાર્યક્રમમાં ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક ડાન્સર ગંભીર રૂપથી ઘાયલ થઈ હતી.
સુત્રો પ્રમાણે, મરુ પોલીસ સ્ટેશનની હદમાં આવતું ટિકરા ગ્રામ પ્રધાન સુધીર સિંહની પુત્રીના લગ્ન હતાં. જાન માનિકપુરથી ટિકરા ગામ પહોંચી હતી. જેમાં વર પક્ષ તરફથી ડાન્સ ગર્લને હમીરપુરથી બોલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ગર્લ ડાન્સ કરી રહી હતી ત્યારે જ ગ્રામ પ્રધાનના એક સંબંધી સ્ટેજ ઉપર ડાન્સ કરવા માટે પહોંચ્યો હતો. ત્યારે ડાન્સર સાથે વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ તેણે ગેરકાનૂની રાખેલા તમંચાથી ફાયરિંગ કર્યું હતું. જેમાં ડાન્સર હીનાને ગોળી વાગી હતી.
આ ઘટના અંગે એએસપી ચિત્રકૂટ બલવંત ચૌધરીએ જણાવ્યું હતું કે, જાન દરમિયાન એક વ્યક્તિ દ્વારા ફાયરિંગની જાણકારી મળી હતી. જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion