દેશમાં કોરોનાનો પ્રકોપ વધતા સરકારે તાત્કાલીક આ વસ્તુ વિદેશ મોકલવા પર પ્રતિબંધ વગાવ્યો
ભારત અત્યાર સુધી 80 દેશોમાં વેક્સીનના છ કરોડ ચાર લાખ ડોઝ મોકલાવી ચુક્યું છે.
દેશભરમાં અચાનક વધવા લાગેલા કોરોના સંક્રમણના કેસોથી સરકારની ચિંતામાં વધારો થયો છે. જેના કારણે ભારતથી નિકાસ થતી એસ્ટ્રાજેનેકા કોવિશિલ્ડ વેક્સીનના નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. હાલની સ્થિતિને જોતા સરકારે દેશમાં કોરોના વેક્સીનનો જથ્થો પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના કારણે અમૂક મહિનાઓ સુધી વેક્સીનના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.
2-3 મહિના બાદ સરકાર સમગ્ર સ્થિતિની સમીક્ષા કરશે. ભારત અત્યાર સુધી 80 દેશોમાં વેક્સીનના છ કરોડ ચાર લાખ ડોઝ મોકલાવી ચુક્યું છે. જ્યારે દેશમાં અત્યાર સુધી પાંચ કરોડ 8 લાખ 41 હજાર 286 કોને વેક્સીનનો ડોઝ અપાઈ ચુક્યો છે.
નોંધનીય છે કે, આ પહેલા ભારતમાં આ રસી પર પ્રતિબંધ લગાવાવની ચર્ચા ચાલી હતી. દુનિયાભરમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા તેજ રફતારથી ચાલી રહી છે પરંતુ એસ્ટ્રેજેનેકાની વેક્સિનેશન બાદ કેટલાક કેસમાં બ્લડ બ્લોટિંગ અને મૃત્યુના અહેવાલ આવતા વેક્સિનેશનની પ્રક્રિયામાં વિઘ્નો ઉભા થયા છે. એસ્ટ્રેજેનેકાની વેક્સિન લીધા બાદ બ્લડ બ્લોટિંગની સમસ્યા સાથે એકાદ કેસમાં મૃત્યના અહેવાલ મળતા યુરોપના મોટા દેશ જર્મન, ફ્રાંસ ઇટલીએ એસ્ટ્રેજેનેકાની વેક્સિન પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારબાદ સ્પેન, લાતવિયા, બુલ્ગારિયા, નેધરલેન્ડ, નોર્વે આયરલેન્ડે પણ તેનું વેક્સિનેશન રોકી દીધું છે. ઇડોનેશિયાએ પણ રોલ આઉટ ટાળવાનો નિર્ણય કર્યો છે આ રીતે દુનિયાના લગભગ 14 દેશોએ એસ્ટ્રેજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
હવે એ સવાલ થવો સ્વાભાવિક છે કે, ભારતમાં પણ ઉપયોગમાં લેવાતી આ વેક્સિનેશન પર કેમ બેન નથી લાગતો. એસ્ટ્રાજેનેકા એક બ્રિટિશ ફ્રાર્માસ્યુટિકલ કંપની છે. હાલ ભારતની ફાર્માસ્યુટિકલ કંપની સીરમ અને એસ્ટ્રાજેનેકા જે વેક્સિન તૈયાર કરી રહી છે. તે વેક્સિન ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત થઇ છે. એટલે કે વેક્સિન એક જ છે પરતું તેના ઉત્પાદક અલગ અલગ છે. ભારત પર આ વેક્સિન પર પ્રતિબંધ ન લાગવા પર ત્રણ મહતપૂર્ણ કારણો છે.
એક સૌથી મોટું કારણ એ છે કે, જે વેક્સિન પર પ્રતિબંધ લગાવાયો છે, તે એસ્ટ્રાજેનેકા દ્રારા નિર્મિત છે. ઓક્સફોર્ડ઼ દ્રારા નહીં. બીજું કારણ છે આ વેક્સિનને બ્રિટિશની કંપની એસ્ટ્રાજેનેકા નહીં પરંતુ ભારતની કંપની સીરમ બનાવી રહી છે. ત્રીજું સૌથી મોટું કારણ એ પણ છે કે, ભારતમાં જે વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં હજુ સુધી બ્લડ બ્લોટિંગની ફરિયાદ સામે નથી આવી.