શોધખોળ કરો
Advertisement
સિનિયર સિટીજનને ટ્રેનમાં મળતી સબસિડી છોડવાની સરકારની અપીલ
નવી દિલ્લીઃ કેંદ્રની મોદી સરકારે ગેસ સબસીડિ બાદ ભારતય રેલવેમાં સિનિયર સિટીજનને આપવામાં આવતી ખાસ સબસિડીને જતી કરવાનો વિકલ્પ આપવમાં આવી રહ્યો છે, જે પહેલા નહોતો આપવામાં આવતો. ઓનલાઇન રિજર્વેશન કરતી વખતે હવે સબસિડી જતી કરવાનો પણ ઓપ્શન આપવામાં આવશે. જેથી જે લોકો પોતાની સબસિડી જતી કરવા માગતા હશે તે IRCTCની વેબસાઇટ પર જ્યારે ટીકીટ બૂક કરાવશે ત્યારે આમ કરી શકશે.
સાથે જ હવે ટ્રેનના સફરમાં થનારા સાચા ખર્ચની વિગત ટિકિટ પર છાપશે. જેથી યાત્રીઓને મળનારી સબસિડીની જાણકારી મળી શકે. ગયા નાણાકીય વર્ષમાં રેલવે 1600 કરોડનો ખર્ચ કર્યો હતો. જેમા સિનિયર સિટીજન, ખેલાડી, અને કેંસરના દર્દી સહીત અન્યને આપવામાં આવતી સબસિડીનો મસાવેશ થાય છે. હાલમાં જુદી જુદી 55 શ્રેણીમાં યાત્રીઓને ટિકિટની ખરીદી પર સબસીડિ આપવામાં આવે છે.
રેલવેના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, સબસીડ પર સૌથી વધુ ખર્ચ સિનિયર સિટીજન પર થાય છે. ગયા વર્ષે આ શ્રેણીમાં રેલવે 1100 કરોડ રૂપિયા આપ્યા હતા.
સિનિયર સિટીજનની શ્રેણીમાં મહિલા યાત્રીને 50 ટકા જ્યારે પુરુષ યાત્રીને 40 ટકા સબસિડી આપવામાં આવે છે. આ માટે મહિલાઓની ઉમર 58 વર્ષ અને પુરુષોની ઉમર 60 વર્ષની હોવી જરૂરી છે.
પહેલા ટિકિટ ખરીદતી વખતે ઉમર ભરવા પર યાત્રીઓને સબસિડી મળી જતી હતી. પરંતુ હવે તેમને સબસિડી છોડવાનો ઓપ્શન આપવામાં આવશે,
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement