IMEI Registration: ચોરી થયેલા ફોનને સરળતાથી કરી શકાશે ટ્રેક, સરકારે IMEI નંબરને લઇને કરી મોટી જાહેરાત
ભારતમાં બહુ જલદી સ્માર્ટફોનના IMEI નંબર અંગે ફેરફાર થવા જઈ રહ્યા છે
IMEI Registration Rule: ભારતમાં બહુ જલદી સ્માર્ટફોનના IMEI નંબર અંગે ફેરફાર થવા જઈ રહ્યા છે. સરકારે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી, 2023થી ભારતમાં વેચાણ પહેલા તમામ મોબાઈલ ફોનના IMEI રજીસ્ટર કરાવવું જરૂરી બનશે. આ રજીસ્ટ્રેશન દેશના નકલ વિરોધી અને ગુમ થયેલા હેન્ડસેટને બ્લોક કરનાર પોર્ટલ પર કરવામાં આવશે. એકવાર નિયમો સંપૂર્ણ રીતે લાગુ થયા બાદ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સંચાલિત Indian Counterfeited Device Restriction પોર્ટલ પરથી IMEI પ્રમાણપત્ર મેળવવું જરૂરી રહેશે.
દરેક સ્માર્ટફોન 15-અંકના એક યુનિક IMEI (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબર સાથે આવે છે. IMEI ડિવાઇસના યુનિક આઇડીના રૂપમાં કામ કરે છે. વાસ્તવમાં ટેલિકોમ નેટવર્ક પર સમાન IMEI ધરાવતા નકલી ઉપકરણોના કારણે ખોવાયેલા મોબાઇલ ફોનને ટ્રેક કરવો મુશ્કેલ છે. જેના કારણે સરકારે આ નવો નિયમ જાહેર કર્યો છે.
સ્માર્ટફોનનું IMEI રજીસ્ટ્રેશન જરૂરી રહેશે
સરકારે એક નોટિફિકેશન દ્વારા જણાવ્યું હતું કે દેશમાં સ્થાનિક રીતે બનેલા અથવા આયાત કરેલા મોબાઈલ ફોનનું વેચાણ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જેમ કે, દૂરસંચાર વિભાગ દ્વારા સંચાલિત Indian Counterfeited Device Restriction પોર્ટલ પરથી IMEI પ્રમાણપત્ર મેળવવું જરૂરી રહેશે. સરકારે નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નિર્માતાએ ફોનના વેચાણ કરતા પહેલા ટેલિકોમ વિભાગમાં ભારત સરકારના Indian Counterfeited Device Restriction પોર્ટલ સાથે ભારતમાં ઉત્પાદિત તમામ ફોનને IMEI નંબર રજીસ્ટર કરાવવો આવશ્યક છે.
સરકારે મોબાઈલ ડિવાઈસ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2022ના પ્રિવેન્શન ઓફ ટેમ્પરિંગ હેઠળ આ નિયમ જાહેર કર્યો છે. આ સાથે ભારત સરકારે ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને બ્લોક અને ટ્રેક કરવા માટે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પ્રોજેક્ટ રજૂ કર્યો છે. CEIR પ્રોજેક્ટ ખોવાયેલા મોબાઈલ ફોનના મુદ્દાને ઉકેલવા માટે નકલી ઉત્પાદનોના મુદ્દા પર પણ ધ્યાન આપી રહ્યું છે. નવા નિયમ હેઠળ ICDR સિસ્ટમ પર આયાતી ઉપકરણોના IMEI નંબરની નોંધણી કરવી ફરજિયાત રહેશે. તે જ રીતે, કસ્ટમ પોર્ટ દ્વારા મોબાઇલ ડિવાઇસની આયાત માટે IMEI પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ