(Source: ECI/ABP News/ABP Majha)
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે માટે ટીમ પહોંચતા વાતાવરણ તંગ
ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલ જ્ઞાનવાપી પરિસરમાં વીડિયોગ્રાફીના વિરોધમાં કેટલાક લોકોએ નારા લગાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.
Gyanvapi Masjid News: ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલ જ્ઞાનવાપી પરિસરમાં વીડિયોગ્રાફીના વિરોધમાં કેટલાક લોકોએ નારા લગાવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. આ વીડિયોગ્રાફી અને સર્વ કોર્ટના આદેશ બાદ કરાવવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આ નારાબાજી અને હંગામા બાદ પોલીસે આ વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઉપરાંત ઘટના સ્થળે હાજર લોકોને પોલીસ ત્યાંથી ખસી જવા અપીલ કરી રહી છે.
उत्तर प्रदेश: वाराणसी ज्ञानवापी परिसर में कोर्ट कमिश्नर आज सर्वेक्षण करेंगे जिसके लिए ज्ञानवापी परिसर की सुरक्षा व्यवस्था बढ़ाई गई है। सर्वेक्षण का काम आज शाम 4:00 बजे से शुरू होगा। सर्वेक्षण टीम में पक्ष और विपक्ष के कुल 36 लोग शामिल होंगे। pic.twitter.com/RcANbSj4kK
— ANI_HindiNews (@AHindinews) May 6, 2022
તો બીજી તરફ સર્વ શરૂ થાય તે પહેલા જુમાની નમાજ માટે મોટી સંખ્યામાં લોકો મસ્જિદ પહોંચ્યા હતા. હકિકતમાં શ્રૃંગાર ગૌરી મંદિર- જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટ દ્વારા નિયુક્ત કમિશનર દ્વારા આજે મસ્જિદનો સર્વે કરવાનો છે. આ સર્વે શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
આ સર્વેક્ષણ ટીમમાં પક્ષ અને વિપક્ષના કુલ 36 સભ્યો સામેલ છે. હકિકતમાં શ્રૃંગાર ગૌરીનું મંદિર જે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં હાજર છે અને મસ્જિદની દીવાલને અડીને આવેલ છે. જેથી હિન્દુ સમાજના ઘણા લોકોનુ કહેવું છે કે આ મસ્જિદ મંદિરને તોડીને બનાવવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
હિન્દુ પક્ષકારોનું માનવું છે કે, પહેલા અહીં મંદિર હતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અહીં બજરંગ બલીની મૂર્તિ છે. સાથે અંદર ગણેશજીની પણ મૂર્તિ છે. સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, અસલી શિવલિંગ જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં છૂપાયેલ છે. જો કે હવે આ સર્વે થશે ત્યારે સાચી હકિકત સામે આવશે.
તો બીજી તરફ મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે, મસ્જિદમાં કોઈને પગ નહીં મુકવા દઈએ. તેના પર સંત સમિતિનો દાવો છે કે, વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે અને સર્વેમાં તેની હકિકત સામે આવી જશે.