શોધખોળ કરો
આજે જાહેર જનતા માટે ખુલશે વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન
આ ટનલ ઘોડાના પગની નાળ જેવો આકાર ધરાવે છે. આ સિંગલ ટ્યુબ ડબલ લેન ટનલ 8 મીટરનો માર્ગ ધરાવે છે.
![આજે જાહેર જનતા માટે ખુલશે વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન The world's longest highway tunnel will open to the public today, PM Modi will inaugurate આજે જાહેર જનતા માટે ખુલશે વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/03125429/atal-tanal.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે સવારે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કરશે. અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી હાઇવે ટનલ છે. 9.02 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ ટનલ મનાલીને આખું વર્ષ લાહૌલ-સ્પિતિ ઘાટી સાથે જોડી રાખશે. અગાઉ આ ઘાટી ભારે હિમવર્ષાને કારણે દર વર્ષે આશરે 6 મહિના સુધી દેશના બાકીના વિસ્તારોથી સંપર્કવિહોણી થઈ જતી હતી.
આ ટનલનું નિર્માણ હિમાલયની પીરપંજાલ પર્વતમાળામાં અત્યાધુનિક ખાસિયતો સાથે થયું છે, જે દરિયાની સરેરાશ સપાટીથી 3,000 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ઉદ્ધાટન પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે આ અટલ ટનલની મુલાકાત લીધી હતી. આ ટનલથી મનાલી અને લેહ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઘટશે તથા પ્રવાસનો સમય આશરે 4થી 5 કલાક ઓછો થઈ જશે.
અટલ ટનલની સાઉથ પોર્ટલ (એસપી) 3060 મીટરની ઊંચાઈ પર મનાલીથી 26 કિલોમીટરના અંતરે સ્થિત છે, ત્યારે નોર્થ પોર્ટલ (એનપી) 3071 મીટરની ઊંચાઈ પર લાહૌલ ઘાટીમાં સિસ્સુમાં તેલિંગ ગામ નજીક સ્થિત છે.
આ ટનલ ઘોડાના પગની નાળ જેવો આકાર ધરાવે છે. આ સિંગલ ટ્યુબ ડબલ લેન ટનલ 8 મીટરનો માર્ગ ધરાવે છે. એ 5.525 મીટરનું ઓવરહેડ ક્લીઅરન્સ ધરાવે છે. આ ટનલ 10.5 મીટર પહોળી અને ઇમરજન્સી કે કટોકટીની સ્થિતિમાં 3.6 x 2.25 મીટરનો નીકળવાનો માર્ગ ધરાવે છે, જે મુખ્ય ટનલની અંદર જ બનાવવામાં આવ્યો છે.
અટલ ટનલમાંથી કલાકદીઠ મહત્તમ 80 કિલોમીટરની ઝડપે દરરોજ 3000 કાર અને 1500 ટ્રક પસાર થઈ શકશે. રોહતાંગ પાસ નીચે વ્યૂહાત્મક ટનલ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય 03 જૂન, 2000ના રોજ તત્કાલિન પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીએ લીધો હતો. ત્યારબાદ ટનલના સાઉથ પોર્ટલને જોડતા એક્સેસ રોડ માટે શિલારોપણ 26 મે, 2002ના રોજ થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)