શોધખોળ કરો
Advertisement
અનલોક 3માં મળનાર છૂટછાટને લઈ સૌથી મોટા સમાચાર, કઈ-કઈ મળી શકે છે છૂટછાટ? જાણો
દેશમાં અનલોક 3માં મળનાર છૂટછાટને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અનલોક 3માં સિનેમા ઘર અને જિમ ખુલવાની શક્યતાઓ જોવા મળી રહી છે
નવી દિલ્હી: દેશમાં અનલોક 3માં મળનાર છૂટછાટને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અનલોક 3માં સિનેમા ઘર અને જિમ ખુલવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટસિંગના પાલન સાથે સિનેમા હોલ ખોલવાની મંજૂરી મળે તેવી શક્યતા છે.
કોરોના વાયરસને લઈ જાહેર કરાયેલું અનલોક 2 31 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. કેંદ્ર સરકાર ઓગસ્ટથી અનલોક 3ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપે તેવી સંભાવના છે. 50 ટકા દર્શકો સાથે થિયેટર ખોલવાની મંજૂરી મળી શકે છે. જોકે શાળા અને મેટ્રો શરૂ કરવા અંગે હજુ સુધી કોઈ વિચારણા કરવામાં આવી નથી.
હાલ અનલોક 2માં સિનેમા ઘર અને જિમને બંધ રાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે અનલોક 3માં સિનેમા અને જિમને ખોલવાની મંજૂરી મળે તેવી સંભાવના છે.
સિનેમા હોલ માલિકો અને સૂચના પ્રસારણ મંત્રાલયની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રાલયે સિનેમા હોલના માલિકોની સામે પ્રસ્તાવ રાખ્યો છે કે, તેઓ 25થી 50 ટકા દર્શકોની સાથે મલ્ટીપ્લેક્સ, સિંગલ વિન્ડો સિનેમાઘર ખોલી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement