(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનું સંકટઃ જિનોમ સીક્વંસિંગમાં કોરોનાના નવા 8 વેરિયન્ટ આવ્યાનો ડૉ. સરીનનો દાવો, બાળકોને આ સલાહ આપી
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ILBSના ડાયરેક્ટર ડૉ. એસ. કે. સરીને મોટો દાવો કર્યો છે.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ILBSના ડાયરેક્ટર ડૉ. એસ. કે. સરીને મોટો દાવો કર્યો છે. દિલ્હીમાં કોરોનાના વધતા કેસ પર ડૉ. સરીને કહ્યું કે, એવી શક્યતાઓ છે કે, ઓમિક્રોનના નવા વેરિયેન્ટ આવ્યા છે અને સક્રિય થયા છે. ILBSએ ઘણા સેમ્પલની જિનોમ સિક્વંસિંગ કરી છે. મને લાગે છે કે, ઓમિક્રોનના 8 વેરિયન્ટ છે જેમાં એક વેરિયન્ટ મુખ્ય છે. તેમણે કહ્યું કે, કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખતાં લોકોએ સતર્ક રહેવાની જરુર છે.
બાળકો માટે ખતરો સાબિત થઈ શકેઃ
ડૉ. એસ કે સરીને કહ્યું કે, હવે બાળકો માટે વધુ ખતરો છે કારણ કે તેમનું રસીકરણ સંપુર્ણ રીતે નથી થઈ શક્યું. આ સાથે જ લોકોએ માસ્ક પહેરવું ખુબ જ જરુરી છે. આ મુદ્દે એલએનજેપી હોસ્પિટલના એમડી ડૉ. સુરેશ કુમારે કહ્યું કે, બાળકોને હજી સુધી કોરોનાની રસી નથી અપાઈ તેના કારણે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વધુ જોખમ છે. લગભગ 2 વર્ષથી શાળાઓ બંદ છે. જેના કારણે હવે શાળાઓ બંદ નહી કરવામાં આવે. જેમને રસી અપાઈ ગઈ છે તેમણે જ શાળામાં જવાની પરવાનગી અપાઈ છે.
There's a possibility that new variants of Omicron are emerging. Many samples were sequenced at ILBS. I think there're 8 variants of Omicron, which one is the dominating variant,we'll know soon: Dr SK Sarin, Director, Institute of Liver&Biliary Sciences,on Delhi Covid cases surge pic.twitter.com/HtAMlOYwFD
— ANI (@ANI) April 21, 2022
દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યાઃ
હાલ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને 1 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં કોરોનાના 1009 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસોનો આંકડો પણ 2641 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારમે એક દર્દીનું મોત પણ થયું હતું અને સારવાર બાદ કુલ 314 દર્દીઓ સાજા પણ થયા છે. હાલ દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર એટલે કે પોઝિટીવીટી રેટ 5.70 થઈ ગયો છે.