શોધખોળ કરો

પાલઘરની ઘટના હિન્દુ-મુસ્લિમ મામલો નથી, અફવા ફેલાવશો તો થશે કાર્યવાહીઃ ઉદ્ધવ ઠાકરે

મહા રાષ્ટ્રના પાલઘરમાં મોબ લિંચિંગની બનેલી ઘટના બાદ ઉદ્ધવ સરકાર નિશાન પર છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કર્યુ હતું.

મુંબઈઃ મહા રાષ્ટ્રના પાલઘરમાં મોબ લિંચિંગની બનેલી ઘટના બાદ ઉદ્ધવ સરકાર નિશાન પર છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કર્યુ હતું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, તેમની સરકાર કોઈ દોષીને નહીં છોડે. લોકો આ મુદ્દાને ભડકાવવાનું કામ ન કરે. તેમણે કહ્યું કે, આ હિન્દુ મુસ્લિમ જેવો કોઈ મામલો નથી. આ અંગે મારી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેસના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાત થઈ છે. દરેકને સમજાવવામાં આવ્યું છે કે આ ધર્મ સાથે સંકળાયેલો મામલો નથી. જે લોકો સોશિયલ મીડિયા દ્વારા આ મુદ્દો ભડકાવવાની કોશિશ કરશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુરુવારે રાત્રે પાલઘર જિલ્લાના કાસા પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે, આ વિસ્તારમાં ચોર ફરતા હોવાની અફવા ફેલાઈ હતી. રાત્રે 10 વાગ્યે ખાનવેલ માર્ગ પર નાસિક તરફથી આવતી ગાડીમાં 3 લોકો હતા. ગામ લોકોએ તેમને અટકાવ્યા અને બાદમાં ચોર હોવાની આશંકાએ પથ્તરોથી હુમલો કરી દીધો. ત્રણેયનું ઘટના સ્થલે મોત થયું હતું. ત્રણેય મૃતકો મુંબઈના કાંદિવલીથી સુરત જતા હતા. જેમના નામ સુશીલગિરી મહારાજ (ઉ.35), ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરી (ઉ.70) અને ડ્રાઇવર નિલેશ તેલગડે (ઉ.30) હતા. પાલઘરના જે ગામમાંથી પસાર થવાના હતા ત્યાં અપહરણ અને ચોરીની અફવા ફેલાઈ હતી.  લોકડાઉનની આડમાં અપહરણ કરવામાં આવતું હોવાની અફવા ફેલાઈ હતી. આ અફવાના કારણે ત્યાંથી પસાર થતાં ત્રણ લોકો ભોગ બન્યા હતા. આ હત્યા પોલીસની હાજરીમાં થઈ હતી. ઘટના બાદ રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે પગલા લેવામાં આવ્યા છે અને 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
Embed widget