શોધખોળ કરો

દેવભૂમિ દ્વારકામાં કોરોનાની રસી લીધા વિના જ સર્ટિફિકેટ આપી દેવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું

આરોપીઓએ મહિલા આરોગ્યકર્મીની જાણ બહાર તેના આઈ-ડી પાસવર્ડનો ઉપયોગ કરી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની રસી લીધા વિના જ સર્ટિફિકેટ આપી દેવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે કુલ 6 શખ્શોની ધરપકડ કરી છે. જેમાના બે છે આરોગ્ય કર્મી છે. આરોપીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વિદેશ જવા માગતા લોકોને કોરોનાની રસી લીધા વિના જ સર્ટિફિકેટ આપતા હતા. બદલામાં 1 હજારથી અઢી હજાર રૂપિયા લેતા હતા. આરોપીઓએ મહિલા આરોગ્યકર્મીની જાણ બહાર તેના આઈ-ડી પાસવર્ડનો ઉપયોગ કરી. લોકોને રસી લીધા વિના જ સર્ટિફિકેટ આપતા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં જ 200 જેટલા લોકોને આપી દેવાયા છે રસી લીધાના બોગસ સર્ટિફિકેટ. આ આંકડો વધી પણ શકે છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું.  રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ છે અને 7  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ગઈકાલે 3,73,162 દર્દીઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં કોરોના માટે અભૂતપૂર્વક રસીકરણ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધારે કોરોનાની રસીના ડોઝ અપાયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન વડોદરા શહેરમાંથી સૌથી વધુ 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, જૂનાગઢ  કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે.

રાજ્યમાંથી વધુ  18 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,921 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે.

ક્યાં ન નોંધાયા કોરોનાના કેસ

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડમાં એક પણ કેસ નથી નોંધાયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget