(Source: ECI/ABP News/ABP Majha)
Books Banned In India: ભારતમાં પ્રતિબંધિત છે આ પુસ્તકો, જો તમારી પાસે મળશે તો થઈ શકે છે જેલ
Books Banned In India: સમગ્ર વિશ્વમાં અભ્યાસને ઘણુ મહત્વ આપવામાં આવે છે, જેનાથી વિવિધ પ્રકારનું જ્ઞાન પ્રદાન કરે છે. ઘણા લોકોને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હોય છે, પરંતુ શું તમે એવા પુસ્તકો વિશે જાણો છો જેના પર આપણા દેશની સરકારે પ્રતિબંધ મૂક્યો છે
Books Banned In India: સમગ્ર વિશ્વમાં અભ્યાસને ઘણુ મહત્વ આપવામાં આવે છે, જેનાથી વિવિધ પ્રકારનું જ્ઞાન પ્રદાન કરે છે. ઘણા લોકોને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હોય છે, પરંતુ શું તમે એવા પુસ્તકો વિશે જાણો છો જેના પર આપણા દેશની સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પુસ્તકો વાંચવાનું તો છોડી દો જો તમે પુસ્તકો પાસે રાખશો તો પણ જેલની સજા થઈ શકે છે. આવો આજે જાણીએ એવા કેટલાક પુસ્તકો વિશે.
આ પુસ્તકો ભારતમાં પ્રતિબંધિત છે
ધ ફેસ ઓફ મધર ઈન્ડિયા- આ પુસ્તકના વિષયની વાત કરીએ તો જ્યારે ભારતમાં સ્વ-શાસનની માંગ વધી રહી હતી ત્યારે કેથરિન મેયોએ આ પુસ્તક લખ્યું હતું. જેમાં કેથરીને ભારતની સંસ્કૃતિ અને અહીંના પુરુષો નબળા હોવાની વિશે વાત કરી હતી. આ પુસ્તક મધર ઈન્ડિયાનું નામ સાંભળીને ઘણા લોકો મૂંઝાઈ જાય છે. આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાનું કારણ ભારતને બ્રિટિશ દ્રષ્ટિકોણથી બતાવવાનું હતું. જેમાં ભારત સ્વ-શાસન માટે અસમર્થ હોવાનું જણાવાયું હતું. આ પુસ્તક માત્ર પ્રતિબંધિત નથી પરંતુ ભારતમાં તેની આયાત પર પણ પ્રતિબંધ છે.
હિંદુ હેવન- આ પુસ્તક મેક્સ વિલી દ્વારા અમેરિકન મિશનરીઓના કામ પર આધારિત છે. તે ભારતમાં તે કેવી રીતે કામ કરી રહ્યો હતો અને તે સમયે ભારત કઈ બાબતો સાથે સંઘર્ષ કરી રહ્યું હતું તે વિશે જણાવે છે. જ્યારે આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે તે સમયના લોકોને લાગ્યું કે તેમાં અતિશયોક્તિ કરવામાં આવી છે. તેથી તેના પર પ્રતિબંધની સાથે તેની આયાત પર પણ પ્રતિબંધ છે.
અનઆર્મ્ડ વિક્ટ્રી- આમ તો આ પુસ્તક ક્યુબન મિસાઈલ ક્રાઈસીસ વિશે છે, પરંતુ તે ભારત-ચીન યુદ્ધ વિશે પણ વાત કરે છે. આ પુસ્તક લખનાર બર્ટ્રાન્ડ ભારતના વલણ વિશે ખૂબ જ ટીકા કરતા દેખાયા. આવી સ્થિતિમાં, આ પુસ્તક બહાર પડતાં જ તેને બેન કરી દેવામાં આવ્યું હતું.
અંગારે- આ પુસ્તકમાં ઉર્દૂમાં 9 ટૂંકી વાર્તાઓ લખવામાં આવી છે. જો કે, મુસ્લિમ સમાજમાં ફેલાયેલી કટ્ટરતા અને પિતૃસત્તા વિશે વાતો કરતા આ વાર્તાઓ તેમને પસંદ ન આવી, ખાસ કરીને ઉત્તર ભારતના મુસ્લિમોને. આવી સ્થિતિમાં આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પોલીસે તેની 5 નકલો સિવાયની તમામ નકલો બાળી નાખી હતી.
ધ ટરુ ફુરકાન- આ પુસ્તક કુરાનના ઉપદેશોને ખ્રિસ્તી ધર્મ સાથે મિશ્રિત કરીને લખવામાં આવ્યું હતું. મુસ્લિમોની મજાક ઉડાવવા માટે લખવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા કે આ પુસ્તક લોકોને તેમના ધર્મના માર્ગથી દૂર કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પુસ્તક ભારતમાં આયાત પણ કરી શકાતું નથી. કસ્ટમ વિભાગે પણ પોતાની સાઈટ પર આ સ્પષ્ટ લખ્યું છે.